ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામમાં આજે દિવસ દરમિયાન સિંહ જોવા મળ્યો હતો. વડોદરા ઝાલા-બંધારા રોડ પર સિંહની હાજરીથી ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
.
સુત્રાપાડા વિસ્તારમાં હાલમાં 6 જેટલા સિંહો વસવાટ કરે છે. આ સિંહો શિકારની શોધમાં અવારનવાર ગ્રામ્ય વિસ્તારો સુધી આવી જતા હોય છે. સિંહની હાજરીથી ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી હતી.
વન વિભાગના અધિકારીઓએ ગ્રામજનોને સાવચેત રહેવા અને સિંહથી સુરક્ષિત અંતર જાળવી રાખવાની સલાહ આપી છે. વિભાગની ટીમ સિંહની હિલચાલ પર નજર રાખી રહી છે. સિંહના આ વિસ્તારમાં આવવાથી પશુપાલકો અને ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.