નવી દિલ્હી7 કલાક પેહલા
- કૉપી લિંક
બજેટ સત્રના બીજા દિવસે મંગળવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનને લઈને રાજ્યસભામાં ભારે હોબાળો થયો હતો. ખરેખરમાં દિગ્વિજય સિંહ બોલતા હતા તે સમયે ખડગે સીટ પર ઊભા થઈ ગયા હતા. જેના પર ઉપાધ્યક્ષ હરિવંશે તેમને અટકાવ્યા. આ તરફ ખડગેએ કહ્યું- આ કઈ સરમુખત્યારશાહી છે? હાથ જોડીને હું તમારી પાસે બોલવાની મંજૂરી માંગી રહ્યો છું.
આ પછી હરિવંશે કહ્યું કે તમે સવારે બોલી ચૂક્યા છો. હવે દિગ્વિજય સિંહને બોલવાનો મોકો છે, તો કૃપા કરીને બેસો. આ પછી ખડગેએ કહ્યું- તેઓ તો ચોક્કસ બોલશે, અમે સરકારને પણ આડે હાથે લઇશું. જ્યારે હરિવંશે તેમના નિવેદન પર વાંધો ઉઠાવ્યો તો તેમણે કહ્યું કે અમે સરકારની નીતિઓની ટીકા કરવાની વાત કરી રહ્યા છીએ.
કોંગ્રેસના દિગ્ગજ નેતા મલ્લિકાર્જુન ખડગેએ ઉપાધ્યક્ષ હરિવંશને કંઈક એવું કહ્યું જેનાથી ભારે હોબાળો થયો. આ માટે ભાજપે તેમના પર નિશાન સાધ્યું અને માફીની માંગણી કરી. મામલો વધતો જોઈને મલ્લિકાર્જુન ખડગેએ માફી પણ માંગી હતી. તેમણે હાથ જોડીને સ્પષ્ટતા કરી. તેમણે કહ્યું કે તેઓ તમારા પર નહીં, પરંતુ સરકારને ખતમ કરીશું. અમે સરકારની વાત કરતા હતા.

જેપી નડ્ડાએ કહ્યું- આવી ભાષા અત્યંત નિંદનીય છે
ખડગેના નિવેદન પર કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ કહ્યું- વિપક્ષના નેતા તરફથી આ પ્રકારની ભાષા કોઈપણ સ્વરૂપે સ્વીકાર્ય નથી. તેમણે માફી માંગવી જોઈએ. તેમણે ઉપાધ્યક્ષ હરિવંશ પાસેથી માગણી કરી કે આવા શબ્દોને ગૃહની કાર્યવાહીમાંથી હટાવી દેવા જોઈએ. આવી ભાષા અત્યંત નિંદનીય છે અને ક્ષમાને લાયક નથી.
ઈમિગ્રેશન એન્ડ ફોરેનર્સ બિલ, 2025 રજૂ કર્યું
ઘૂસણખોરી અને ગેરકાયદેસર ઇમિગ્રેશનને રોકવાના ઉદ્દેશ્ય સાથે મંગળવારે લોકસભામાં ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ બિલ 2025 રજૂ કરવામાં આવ્યું હતું. અમિત શાહ વતી ગૃહરાજ્ય મંત્રી નિત્યાનંદરાયે બિલ રજૂ કરતી વખતે જણાવ્યું હતું આ બિલ કોઈને દેશમાં આવતા રોકવા માટે લાવવામાં આવ્યું નથી, બલકે આ બિલનો હેતુ એ છે કે જે પણ વિદેશીઓ ભારતમાં આવે છે તેઓ અહીંના નિયમોનું પાલન કર્યા પછી જ અહીં આવે. કોંગ્રેસના સાંસદ મનીષ તિવારી અને ટીએમસીના સૌગતા રોયે આ બિલનો વિરોધ કર્યો છે.
સંસદ બહાર DMK સાંસદોનું કાળા કપડામાં શિક્ષણ મંત્રી સામે પ્રદર્શન

મંગળવારે બજેટ સત્રના બીજા દિવસે વિપક્ષના સાંસદોએ નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP)અને ટ્રાય-લેંગ્વેજ મામલે સંસદની બહાર પ્રદર્શન કર્યું હતું. DMK સાંસદ કનિમોઝી અને અન્ય સાંસદોએ કાળાં કપડાં પહેરીને ધર્મેન્દ્ર પ્રધાનની તમિલનાડુ પર કરેલી ટિપ્પણીનો વિરોધ કર્યો હતો. તેમણે પ્રધાનને માફી માંગવા કહ્યું હતું.
કેન્દ્ર સરકારે NEP હેઠળ, ત્રણ ભાષાઓ સ્થાનિક ભાષા સિવાય, અંગ્રેજી અને હિન્દી શીખવવાનું ફરજિયાત બનાવ્યું છે. તમિલનાડુ સરકાર આનો વિરોધ કરી રહી છે. તેમનું કહેવું છે કે હિન્દી જાણી જોઈને આપણા પર થોપવામાં આવી રહી છે. ડીએમકેના સાંસદો આનો વિરોધ કરી રહ્યા છે.
વિવાદ પર શિક્ષણ મંત્રીએ કહ્યું- ડીએમકેના લોકો તમિલનાડુના વિદ્યાર્થીઓ માટે પ્રતિબદ્ધ નથી. તેઓ તમિલનાડુના વિદ્યાર્થીઓનું ભવિષ્ય બરબાદ કરી રહ્યા છે. તેમનું એકમાત્ર કાર્ય ભાષામાં અવરોધો ઊભા કરવાનું છે. તેઓ રાજકારણ કરી રહ્યા છે.
ડીએમકે સાંસદ કનિમોઝીએ કહ્યું કે, ‘કેન્દ્ર સરકાર તમિલનાડુના પૈસા રોકી રહી છે. અમારે ત્રણ ભાષાની નીતિ અને NEP પર સહી કરવી પડશે. તેઓ તમિલનાડુનાં બાળકોનું ભવિષ્ય બરબાદ કરી રહ્યા છે. તેમને તમિલનાડુનાં બાળકોને આપવામાં આવતા ફંડને રોકવાનો કોઈ અધિકાર નથી.
લાઈવ અપડેટ્સ
10:54 AM11 માર્ચ 2025
- કૉપી લિંક
શિવરાજે કહ્યું- તમિલનાડુના મંત્રીઓ બેઠકમાં આવ્યા નથી
કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે લોકસભામાં કહ્યું- હું બે વાર તમિલનાડુ ગયો હતો. પ્રથમ વખત કૃષિ વિભાગની કામગીરી માટે અને બીજી વખત ગ્રામ વિકાસની કામગીરી માટે, પરંતુ બંને વખત ગ્રામ વિકાસ મંત્રી કે કૃષિ મંત્રી બેઠકમાં આવ્યા ન હતા.
કેન્દ્ર સરકાર તમિલનાડુને લાભ આપવા માટે પ્રતિબદ્ધ છે. અમે તમિલનાડુના લોકોને સલામ કરીએ છીએ, અમે તમિલ સંસ્કૃતિને સલામ કરીએ છીએ, અમે તમિલ ભાષાને સલામ કરીએ છીએ. આપણે બધા ભારત માતાના પુત્રો છીએ. ભેદભાવનો કોઈ સવાલ જ નથી. અમે તમિલનાડુના લોકો અને ખેડૂતોની નમ્રતાથી સેવા કરીશું.
10:28 AM11 માર્ચ 2025
- કૉપી લિંક
લોકસભામાં ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ બિલ 2025 રજૂ કરવામાં આવ્યું
ઘૂસણખોરી અને ગેરકાયદેસર ઇમિગ્રેશનને રોકવાના ઉદ્દેશ્ય સાથે મંગળવારે લોકસભામાં ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ બિલ 2025 રજૂ કરવામાં આવ્યું હતું. અમિત શાહ વતી ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદરાયે બિલ રજૂ કરતી વખતે જણાવ્યું હતું આ બિલ કોઈને દેશમાં આવતા રોકવા માટે લાવવામાં આવ્યું નથી, બલ્કે આ બિલનો હેતુ એ છે કે જે પણ વિદેશીઓ ભારતમાં આવે છે તેઓ અહીંના નિયમોનું પાલન કર્યા પછી જ અહીં આવે. કોંગ્રેસના સાંસદ મનીષ તિવારી અને ટીએમસીના સૌગતા રોયે આ બિલનો વિરોધ કર્યો છે.
10:25 AM11 માર્ચ 2025
- કૉપી લિંક
કોંગ્રેસે કહ્યું- ઈમિગ્રેશન બિલ મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે
સરકારે આજે સંસદમાં ઈમિગ્રેશન એન્ડ ફોરેનર્સ બિલ, 2025 રજૂ કર્યું છે. તેના પર કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ કહ્યું- આ બિલ મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે. આ બિલમાં ગંભીર સમસ્યાઓ છે અને તેથી જ મેં કહ્યું કે કાં તો સરકારે તેને લાવવું જોઈએ અથવા તેને સમિતિ પાસે મોકલવું જોઈએ.
07:35 AM11 માર્ચ 2025
- કૉપી લિંક
TMC સાંસદ સૌગત રોયે કહ્યું- મતદાર યાદીમાં ઘણા ગોટાળા
TMC સાંસદ સૌગત રોયે કહ્યું- અમે ખુશ છીએ કે કોંગ્રેસ પણ તે મુદ્દો ઉઠાવી રહી છે જે મેં ઉઠાવ્યો હતો. મતદાર યાદીમાં ઘણા ગોટાળા છે, તેને સુધારવા જોઈએ.
07:34 AM11 માર્ચ 2025
- કૉપી લિંક
કનિમોઝીએ કહ્યું- કેન્દ્ર સરકાર તમિલનાડુના પૈસા રોકી રહી છે
ડીએમકે સાંસદ કનિમોઝીએ કહ્યું કે, ‘કેન્દ્ર સરકાર તમિલનાડુના પૈસા રોકી રહી છે. અમારે ત્રણ ભાષાની નીતિ અને NEP પર સહી કરવી પડશે. તેઓ તમિલનાડુના બાળકોનું ભવિષ્ય બરબાદ કરી રહ્યા છે. તેમને તમિલનાડુના બાળકોને આપવામાં આવતા ફંડને રોકવાનો કોઈ અધિકાર નથી.
07:33 AM11 માર્ચ 2025
- કૉપી લિંક
બીજેપી સાંસદે કહ્યું- ડીએમકે દેશના ભાગલા પાડવા માંગે છે
રાજ્યસભા સાંસદ રેખા શર્માએ કહ્યું, ‘આ માત્ર વિભાજનની રાજનીતિ છે. દક્ષિણ ભારતને ઉત્તર ભારતથી વિભાજિત કરવાની રાજનીતિ ચાલી રહી છે. મને લાગે છે કે બાળકો જેટલી વધુ ભાષાઓ શીખે છે, તે વધુ સારું છે. ભાજપ કોઈપણ ભાષાની વિરુદ્ધ નથી. શું તેઓ નથી ઈચ્છતા કે ત્યાંના બાળકો ઉત્તર સાથે જોડાય કે ઉત્તરની સંસ્કૃતિ શીખે? શા માટે તેને વિભાજિત કરવા માંગો છો? તેમની પાસે કોઈ જવાબ નથી, માત્ર સૂત્રોચ્ચાર છે. જનતા પણ આ સમજે છે.
07:31 AM11 માર્ચ 2025
- કૉપી લિંક
TMC સાંસદ કલ્યાણ બેનર્જીએ કહ્યું- અમે DMK અને તમિલનાડુના લોકોના સમર્થનમાં છીએ.
ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીએ કહ્યું, “ટીએમસી ડીએમકે દ્વારા અપનાવવામાં આવેલા સ્ટેન્ડનું સમર્થન કરે છે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જે ભાષાનો ઉપયોગ કર્યો છે તે અયોગ્ય છે. કાં તો તેમણે ગૃહમાં માફી માંગવી જોઈએ અથવા તેમને કેબિનેટમાંથી મંત્રી પદ પરથી હટાવી દેવા જોઈએ. TMC DMK અને તમિલનાડુના લોકોના સમર્થનમાં છે.
07:29 AM11 માર્ચ 2025
- કૉપી લિંક
રાજ્યસભા બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત
રાજ્યસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.
07:28 AM11 માર્ચ 2025
- કૉપી લિંક
DMK સાંસદોએ ટ્રાય-લેંગ્વેજ પોલિસીનો વિરોધ કર્યો
DMK સાંસદ કનિમોઝી અને અન્ય DMK સાંસદોએ સંસદમાં કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનની ટ્રાય-લેંગ્વેજ પોલિસીના મુદ્દા પર કરેલી ટિપ્પણી સામે વિરોધ કર્યો હતો.
07:20 AM11 માર્ચ 2025
- કૉપી લિંક
વકફ સુધારા બિલ પર ટકરાવ નક્કી
સરકારની પ્રાથમિકતા વકફ સુધારા બિલને શક્ય તેટલી વહેલી તકે પસાર કરવાની છે. જોકે, કોંગ્રેસ સહિત વિપક્ષી પક્ષો આ બિલનો વિરોધ કરવા માટે સંયુક્ત રણનીતિ બનાવી રહ્યા છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે INDIA ગઠબંધન વક્ફ બિલ પર સંયુક્ત રણનીતિ બનાવશે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે દેશમાં ચૂંટણીઓ હવે નિષ્પક્ષ અને મુક્ત રહી નથી પરંતુ સરકાર દ્વારા તેનું નિયંત્રણ કરવામાં આવી રહ્યું છે.
07:19 AM11 માર્ચ 2025
- કૉપી લિંક
સત્રના પહેલા દિવસે હોબાળો રહ્યો હતો
સત્રનો પહેલો દિવસ ભારે હોબાળાથી ભરેલો રહ્યો. ગૃહ શરૂ થતાંની સાથે જ લોકસભામાં ડીએમકે સાંસદોએ નવી શિક્ષણ નીતિ (NEP) અને ટ્રાય-લેંગ્વેજ પર હોબાળો મચાવ્યો.
આ પછી સ્પીકરે લોકસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી. આ દરમિયાન, લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ મતદાર યાદીમાં ગોટાળાનો મુદ્દો ઉઠાવ્યો અને ચર્ચાની માંગ કરી.
કેન્દ્ર સરકારે NEP હેઠળ ટ્રાય-લેંગ્વેજ શીખવવાની જોગવાઈ કરી છે. આમાં, સ્થાનિક ભાષા ઉપરાંત, અંગ્રેજી અને હિન્દીનું શિક્ષણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. તમિલનાડુ સરકાર આનો વિરોધ કરી રહી છે.
તેમનું કહેવું છે કે હિન્દી આપણા પર જાણી જોઈને લાદવામાં આવી રહી છે. આનો ડીએમકે સાંસદો વિરોધ કરી રહ્યા છે. વિવાદ પર શિક્ષણ મંત્રીએ કહ્યું- ડીએમકેના લોકો અપ્રમાણિક છે. તેઓ તમિલનાડુના વિદ્યાર્થીઓ પ્રત્યે પ્રતિબદ્ધ નથી.
તેઓ તમિલનાડુના વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગાડી રહ્યા છે. તેમનું એકમાત્ર કામ ભાષાના અવરોધો ઉભા કરવાનું છે. તેઓ રાજકારણ કરી રહ્યા છે.
07:19 AM11 માર્ચ 2025
- કૉપી લિંક
સ્પીકરે DMK સાંસદને તેમની ટિપ્પણી બદલ ઠપકો આપ્યો
સ્પીકર ઓમ બિરલાએ લોકસભામાં કરેલી કેટલીક ટિપ્પણીઓ બદલ ડીએમકે સાંસદ દયાનિધિ મારનને સખત ઠપકો આપ્યો અને કડક કાર્યવાહીની ચેતવણી આપી. જોકે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) પર ચર્ચા દરમિયાન તેમણે શું કહ્યું તે સ્પષ્ટ નહોતું.
લોકસભા સ્પીકરે કહ્યું- બોલતી વખતે સાવધાની રાખો, તમે જે કંઈ કહ્યું તે રેકોર્ડ પર નહોતું. જો તે રેકોર્ડ પર હોત તો મેં તમારી સામે કડક કાર્યવાહી કરી હોત. તેમણે સરકારને મારન સામે કાર્યવાહી માટે પ્રસ્તાવ લાવવા કહ્યું.
આ અંગે સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ કહ્યું- હું મારનની ટિપ્પણીની નિંદા કરું છું. જો જરૂર પડશે તો, અમે ગૃહની ભાવનાને સમજીને કાર્યવાહી કરીશું.