મુંબઈ21 મિનિટ પેહલા
- કૉપી લિંક
કોલકાતા ખાતેની શિક્ષણ પ્લેટફોર્મ ક્રિઝાક લિમિટેડ ટૂંક સમયમાં તેનો ઈનિશિયલ પબ્લિક ઓફર (IPO) લોન્ચ કરશે. કંપનીના IPO પેપર્સને માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા એટલે કે SEBI દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ IPOની ઇશ્યૂ સાઈઝ રૂ. 1,000 કરોડ છે.
અગાઉ, ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) 18 નવેમ્બર 2024ના રોજ સેબીમાં ફાઇલ કરવામાં આવ્યું હતું. ક્રિઝાક લિમિટેડનો IPO સંપૂર્ણપણે ઓફર ફોર સેલ (OFS) હશે. તેનો અર્થ એ કે કંપનીના હાલના પ્રમોટર્સ રૂ. 1,000 કરોડના ઇક્વિટી શેર વેચશે. આ ઇશ્યૂની ફેસ વેલ્યુ પ્રતિ શેર રૂ. 2 છે. કંપની યુનિવર્સિટીઓને રિક્રુટમેન્ટ સર્વિસ પૂરી પાડે છે.
ઇશ્યૂનો 35% હિસ્સો રિટેલ રોકાણકારો માટે રિઝર્વ
કંપનીએ ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) માટે IPOનો 50% હિસ્સો રિઝર્વ રાખ્યો છે. આ ઉપરાંત, 35% હિસ્સો રિટેલ રોકાણકારો માટે રિઝર્વ છે અને બાકીનો 15% હિસ્સો નોન-ઈન્સેટીટ્યુશનલ રોકાણકારો (NII) માટે રિઝર્વ છે. કંપનીના શેર બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર લિસ્ટેડ થશે.
ક્રિઝાક લિમિટેડ 75થી વધુ દેશોમાં નેટવર્ક ધરાવે છે
કંપની યુકે, કેનેડા, આયર્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા-ન્યુઝીલેન્ડ જેવા દેશોમાં ઉચ્ચ શિક્ષણ માટે વિદ્યાર્થીઓની રિક્રુટમેન્ટ કરે છે. ક્રિઝાક લિમિટેડના પ્લેટફોર્મ પર 75થી વધુ દેશોમાંથી 7,900 રજિસ્ટર્ડ એજન્ટો છે. આ દ્વારા, કંપનીએ છેલ્લા 6 મહિનામાં 5.95 લાખથી વધુ વિદ્યાર્થીઓની અરજીઓ પર પ્રક્રિયા કરી છે.
આ સાથે, કંપનીએ બર્મિંગહામ યુનિવર્સિટી, નોટિંગહામ ટ્રેન્ટ યુનિવર્સિટી, કોવેન્ટ્રી યુનિવર્સિટી સહિત 135થી વધુ સંસ્થાઓ સાથે ટાઈ-અપ કર્યું છે.
IPO શું છે?
જ્યારે કોઈ કંપની પહેલીવાર સામાન્ય જનતાને તેના શેર જાહેર કરે છે, ત્યારે તેને ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ એટલે કે IPO કહેવામાં આવે છે. કંપનીને પોતાનો બિઝનેસ વધારવા માટે પૈસાની જરૂર છે. આવી સ્થિતિમાં, કંપની બજારમાંથી લોન લેવાને બદલે, જાહેર જનતાને કેટલાક શેર વેચીને અથવા નવા શેર જાહેર કરીને નાણાં એકત્ર કરે છે. આ કારણોસર કંપની IPO લાવે છે.