હિંમતનગર સહિત સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં શુભમુહૂર્તમાં હોલિકા દહનનો કાર્યક્રમ યોજાયો હતો. હિંમતનગરના વિવિધ વિસ્તારોમાં લોકોએ ભક્તિભાવપૂર્વક હોલિકા દહનમાં ભાગ લીધો હતો.
.
શહેરના ટાવર ચોક, મહાવીરનગર ચાર રસ્તા, પોલોગ્રાઉન્ડ અલકાપુરી, ન્યાય મંદિર પાસે, મહેતાપુરા ગાયત્રી મંદિર પાસે સહિત 20થી વધુ વિસ્તારોમાં હોલિકા દહન કરવામાં આવ્યું હતું. લોકોએ વિધિવત પૂજન-અર્ચન કર્યા બાદ પ્રદક્ષિણા કરી હતી. શ્રીફળ અને ધાણી અર્પણ કરીને પૂજા સંપન્ન કરી હતી.

ટાવર ચોક ખાતે હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પણ પૂજન-અર્ચન કરી પ્રાર્થના કરી હતી.
હિંમતનગર તાલુકાના રાયગઢ ગામમાં પણ હોલિકા દહનનો કાર્યક્રમ યોજાયો હતો. ગામના લોકો અને ઓડ સમાજના લોકોએ વિધિસર પૂજા-અર્ચના કરી હતી. તેમણે પ્રદક્ષિણા કરી ધૂન-ભજન કર્યા હતા.






