ડેનવર2 મિનિટ પેહલા
- કૉપી લિંક
અમેરિકાના ડેનવરમાં ગુરુવારે અમેરિકન એરલાઇન્સના વિમાનના એન્જિનમાં આગ લાગી ગઈ. વિમાન ડેનવર એરપોર્ટ પર પાર્ક કરવામાં આવ્યું હતું. આગના કારણે વિમાન ધુમાડાથી ભરાઈ ગયું, જેના કારણે મુસાફરોને વિમાનની વિંગ પરથી નીચે ઉતરવાની ફરજ પડી. અહેવાલો અનુસાર, અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ 1006માં 172 મુસાફરો સવાર હતા.
એરલાઇનના જણાવ્યા અનુસાર, મુસાફરો અને છ ક્રૂ મેમ્બરને ગેટ પર જ બહાર કાઢવામાં આવ્યા હતા. આ વિમાન કોલોરાડો સ્પ્રિંગ્સથી ડલ્લાસ-ફોર્ટ વર્થ જઈ રહ્યું હતું. અમેરિકન એરલાઇન્સનું આ વિમાન બોઇંગ 737-800 છે.
એરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અકસ્માતમાં કોઈ મુસાફરને નુકસાન થયું નથી. એરલાઇને આગ પર ઝડપથી કાબુ મેળવવા બદલ એરપોર્ટ ઓથોરિટીનો આભાર માન્યો.
આખો વીડિયો અહીં જુઓ…..
મુસાફરો વિમાનની વિંગ પર ઉભા જોવા મળ્યા

વિમાનમાં ગેટ પાસે આગ લાગી હતી. રૂમમાં ધુમાડો ભરાઈ ગયા પછી, મુસાફરો વિંગની બીજી બાજુ બહાર આવ્યા.