- Gujarati News
- Dharm darshan
- This Year, The Heat Will Be Intense, Recession And Inflation Will Be Rampant; The Future Of Greatness In The Political Arena Is In Danger
4 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભડલી વાક્ય મુજબ,
હોળી દિન કરો વિચાર, શુભ અને અશુભ ફળ સાર; પશ્ચિમનો વાયુ જો વાય, સમય એ જ સારો કહેવાય. વાયુ જો પુરવનો વાય, કોરો ને કઈ ભીની જાય; દક્ષિણ વાયુ ધનનો નાશ, એ સમય ન ઉપજે ઘાસ. ઉત્તરનો વાયુ બહુ હોય, પૃથ્વી પીઆર પાણી બહુ જોય; જો વંટોળ ચારે વાય, પૃથ્વી રણસંગ્રામ બતાય; ફાગણની પૂનમે દિન, હોળી સમયે પારખ કિન.
હોળી પ્રાગટ્યના સમયે જ વડવાઓ અને જ્યોતિષીના જાણકારો આવનારા ચોમાસાની આગાહી કરતાં હોય છે. તે પ્રમાણે આ વર્ષે વિચિત્ર સંકેતો મળી રહ્યા હોવાથી ‘દિવ્ય ભાસ્કરે’ જ્યોતિષાચાર્ય આશિષ રાવલ સાથે વાત કરી અને તેમનાં મંતવ્યોને જાણ્યાં હતાં…સામાન્ય રીતે હોળી પ્રાગટ્ય વખતે જે દિશામાં પવન વાય તે દિશા પ્રમાણે ચોમાસમાં વરસાદ, રાજકીય આગાહીઓ કરવામાં આવતી હોય છે. તે પ્રમાણે ભડલી વાક્ય પ્રમાણે- જો વંટોળ ચારે વાય, પૃથ્વી રણસંગ્રામ બતાય, તે પ્રમાણે વિચિત્ર સંકેતો મળી રહ્યા છે.
આ વર્ષે વરસાદની સ્થિતી કેવી રહેશે? જ્યોતિષાચાર્ય આશિષ રાવલના જણાવ્યાનુસાર, વિક્રમ સંવત 2081ની હોળીની પ્રગટાવવાની સાથે અગ્નિજ્વાળા વાયવ્ય દિશા બાજુ ભુભુકવા મંડી માટે ગરમી ગાભા કાઢશે, પાણીજન્ય રોગો વક્રી શકે. નજીકના સમયમાં યુદ્ધ કે યુદ્ધજન્ય પરિસ્થિતીનું નિર્માણ થશે. હોળીની પ્રાગટ્ય પછી ગણતરીની મિનિટોમાં દક્ષિણ અને નૈઋત્ય દિશા બાજુ ફરકવાથી વરસાદ સારો થાય. ગયા વર્ષ કરતાં વરસાદનું પ્રમાણ વધશે.
ખેડૂતોના પાક પર શું અસર થશે? પાક સારો ઉતરે પરંતુ યોગ્ય દરકારનો અભાવથી ધાન્યનો પાક બગાડી શકે છે. મંદિ,મોંઘવારી માઝા સાથે બેકારી વધશે. દેશની સીમા આતંકવાદનો પ્રશ્ન ગહન બનશે. સોશિયલ મીડિયા મારફતે અફવાઓ જોર પકડશે!! હિંસક પશુઓ સાથે નાના જીવ જંતુનો ઉપદ્રવ વધી શકે. જાવાળાની શરૂઆતથી ગણતરી મિનિટોમાં જાવાળા ચારેબાજુ ધુમાડા બની ફેલાઈ તેથી રાજકીય ક્ષેત્રે મહાનુભાવનું ભાવિ વધારે અશાંતિ, ઉદ્વેગ, પરેશાની વાળુ કે અંધાધૂંધી વાળુ જોવા મળશે. આકસ્મિક દુર્ઘટના જેવી અશુભ શક્યતા નકારી શકાતી નથી. આગામી સમયમાં ઋતુ પરિવર્તન થયાનો અહેસાસ વારંવાર થયા કરશે. સૌવ લોકોએ માટે ઈષ્ટદેવતાનું સ્મરણ તેમજ ઓમકાર મંત્રનો જાપ કરવો હિતાવહ રહેશે.

વર્ષ 2024માં જ્યોતિષકારે કહ્યું- બાર આની વર્ષ રહેશે, સરેરાશ વરસાદ 126 ટકા થયો 2024માં જ્યોતિષાચાર્ય આશિષ રાવલે વરતારો આપતા જણાવ્યું હતું કે, હોળી પ્રગટાવવાની સાથે અગ્નિ જ્વાલા ધીમે ધીમે સીધી ઉપરની તરફ ભભૂકવા માડી હતી. વધઉ ગરમ પવનનો સખત અહેસાસ થયો હતો. હોળીની જ્વાલળા પૂર્વથી પશ્ચિમ વચ્ચે નૈઋત્ય દિશા તરફ પવનના સુસુવાટા વધવાથી રોગ માંદગી વકરી શકે છે. આ સાથે જ્વાળા બાર આની વરસાદ પડવાનો શુભ સંકેત આપ્યો હતો. 2024માં રાજ્યમાં સિઝનનો 126 ટકા વરસાદ વરસ્યો હતો. એટલે કે સરેરાશ કરતા 26 ટકા વધુ વરસાદ નોંધાયો હતો.