34 મિનિટ પેહલા
- કૉપી લિંક
અક્ષર પટેલ IPL 2025માં દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન હશે. ફ્રેન્ચાઇઝીએ શુક્રવારે આ જાહેરાત કરી. અક્ષરની સાથે કેએલ રાહુલનું નામ પણ કેપ્ટનશીપની રેસમાં સામેલ હતું. બંને નામો પર વિચાર કરવામાં આવ્યો અને અંતે અક્ષર પટેલને ટીમની જવાબદારી સોંપવામાં આવી. IPL 2025 22 માર્ચથી શરૂ થવાની છે.
અક્ષર પટેલ 2019થી ટીમનો ભાગ અક્ષર પટેલ 2019થી દિલ્હી કેપિટલ્સનો ભાગ છે. તે દિલ્હીનો સૌથી અનુભવી ખેલાડી છે. તેણે છેલ્લી 6 સીઝનમાં ટીમ માટે 82 મેચ રમી છે. 30ની સરેરાશથી 235 રન બનાવવા ઉપરાંત, તેણે 7.65ની ઇકોનોમીથી 11 વિકેટ પણ લીધી છે. જ્યારે ઋષભ પંત પર એક મેચમાં ધીમી ઓવર માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો ત્યારે અક્ષર પટેલ ટીમનું નેતૃત્વ કરી ચુક્યો છે. જોકે, આ મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો.
દિલ્હીએ અક્ષરને 16.50 કરોડમાં રિટેન કર્યો IPL મેગા ઓક્શન પહેલા દિલ્હી કેપિટલ્સે અક્ષર પટેલને 16.50 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો. 150 આઈપીએલ મેચોમાં બેટ્સમેન તરીકે તેણે 130.88ના સ્ટ્રાઈક રેટ અને 21.47ની સરેરાશથી 1653 રન બનાવ્યા છે. આ ઉપરાંત, બોલર તરીકે તેણે 7.28ની ઇકોનોમી અને 25.2ના સ્ટ્રાઇક રેટથી 123 વિકેટ લીધી છે. આ ટુર્નામેન્ટમાં અક્ષર પટેલનો બેસ્ટ બોલિંગ ફિગર 21 રનમાં 4 વિકેટ છે.

IPL ઓક્શનમાં દિલ્હીએ KL રાહુલને 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો IPL 2024 મેગા ઓક્શનમાં દિલ્હી કેપિટલ્સે KL રાહુલને 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. રાહુલે IPLમાં ઘણી ટીમોની કેપ્ટનશીપ કરી છે, તેથી એવું માનવામાં આવતું હતું કે ફ્રેન્ચાઇઝી તેમને કેપ્ટનશીપની જવાબદારી સોંપી શકે છે. રાહુલે IPLમાં 4683 રન બનાવ્યા છે.
- આ રમતગમતના સમાચાર પણ વાંચો…
WPL ફાઇનલ મુંબઈ અને દિલ્હી વચ્ચે રમાશે: MIએ એલિમિનેટરમાં ગુજરાતને 47 રનથી હરાવ્યું

મહિલા પ્રીમિયર લીગ (WPL)ની ત્રીજી સીઝનની ફાઇનલ મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. આ મેચ 15 માર્ચે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે રમાશે. ગુરુવારે એલિમિનેટરમાં મુંબઈએ ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું હતું.