17 મિનિટ પેહલા
- કૉપી લિંક
ટીવી શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ 2009માં ટેલિકાસ્ટ થયો હતો. આ શોની શરૂઆત હિના ખાન અને કરણ મહેરાએ કર્યું હતું, જેમણે અક્ષરા અને નૈતિકની ભૂમિકા ભજવી હતી. તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં, શોના નિર્માતા રાજન શાહીએ હિના ખાનની ગ્રુમિંગ પ્રોસેસ વિશે વાત કરી.
સિદ્ધાર્થ કન્નન સાથે વાત કરતાં રાજન શાહીએ કહ્યું, જ્યારે મેં હિના ખાનને કાસ્ટ કરવાનું નક્કી કર્યું, ત્યારે શોની સ્ક્રિપ્ટ પહેલેથી જ તૈયાર હતી. મેં હિનાનો સ્પા, વેક્સિંગ અને બ્લીચિંગ સેશન કરાવ્યા. તેના વાળ ઠીક કરાવ્યાં અને એક્સટેન્શન પણ ફાઇનલ કરાવ્યું. મેં પાત્ર માટે જરૂરી દરેક નાની-નાની વસ્તુનું ધ્યાન રાખ્યું હતું.

હિના ખાનના કાસ્ટિંગ વિશે વાત કરતાં તેણે કહ્યું, ‘ચેનલે હિનાને લીડ રોલમાં લેવાનો ઈનકાર કરતી હતી, પરંતુ હું હિનાને લીડ રોલ તરીકે સાઇન કરવા માગતો હતો. મેં જયપુરમાં તેના આઉટડોર શૂટનું આયોજન કર્યું હતું, જેનો ખર્ચ મેં જાતે ઉઠાવ્યો હતો, જે લગભગ 40 લાખ રૂપિયાનો હતો.
જો રાજન શાહીની વાત માનીએ તો, તેણે ચેનલને પ્રોમિસ આપ્યું હતું કે જો શો નહીં ચાલે, તો તેઓ તેમના પૈસા પાછા આપશે. રાજન શાહીએ વધુમાં દાવો કર્યો કે તેમની અને હિના વચ્ચે ગમે તે બન્યું હોય, હિના ખાન હજુ પણ તેમની સાથે ઊભા રહેવા બદલ તેમની પ્રશંસા કરે છે. આજે પણ અક્ષરા અને નૈતિકની સ્ટોરી પ્રખ્યાત છે અને તે દરેકના પ્રિય કપલોમાંનું એક છે.

શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ એ 15 વર્ષ પૂર્ણ કર્યા છે. હવે આ શોમાં ચોથી પેઢીની સ્ટોરી બતાવવામાં આવી રહી છે. જોકે, તેની શરૂઆત હિના ખાનના પાત્રથી થઈ હતી. તે લગભગ આઠ વર્ષ સુધી આ શોનો ભાગ રહી, પછી તેણે શો છોડી દીધો. એવા અહેવાલો હતા કે તેમની અને શોના નિર્માતા રાજન શાહી વચ્ચે અણબનાવ છે. રાજન શાહીએ કહ્યું હતું કે તેણે હિનાને ટર્મિનેટ કરી દીધી હતી કારણ કે હિનાએ એક સીન કરવાનો ઇનકાર કર્યો હતો જેમાં શિવાંગી જોશીના પાત્રને ગ્લોરીફાઈ કરવામાં આવ્યો હતો.