ભરૂચ એલસીબી પોલીસે નેત્રંગ વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી છે. પોલીસે થવા ચેક પોસ્ટ નજીકથી દારૂ ભરેલું એક ટેન્કર પકડ્યું છે.
.
એલસીબીના પોલીસ ઇન્સપેક્ટર એમ.પી.વાળાએ દારૂ અને જુગારના કેસો શોધવા માટે અલગ-અલગ ટીમો બનાવી હતી. ઝઘડીયા ટીમ નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ દરમિયાન થવા ચેક પોસ્ટ નજીક એક શંકાસ્પદ ટેન્કરને રોક્યું હતું.
ટેન્કર નંબર MH-04-FD-9370માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 5,105 શીલબંધ બોટલ મળી આવી હતી. જેની કિંમત રૂપિયા 7,93,278 છે. ટેન્કરની કિંમત રૂપિયા 10 લાખ મળી કુલ રૂપિયા 17,93,278નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસે ટેન્કરના ચાલકને વોન્ટેડ જાહેર કર્યો છે અને નેત્રંગ પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.