ખેરાલુ તાલુકાના મલેકપુર ગામ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બળાદ ગામના ખેડૂત અશોકભાઈ ઠાકોર પોતાના બાઈક પર મજૂરો લેવા જઈ રહ્યા હતા. તે દરમિયાન પાછળથી આવેલી ઇકો ગાડીએ તેમના બાઈકને ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક ફંગોળાઈ ગયું હતું. ગં
.
ઘટના 13 માર્ચની સાંજે બની હતી, જ્યારે અશોકભાઈ હિરવાણી ગામે એરંડા ઉતારવા માટે મજૂરો લેવા જઈ રહ્યા હતા. અકસ્માતમાં સંડોવાયેલી ગાડીનો નંબર GJ08AP6927 છે, જ્યારે મૃતકનું બાઈક નંબર GJ02DK3279 હતું. ખેરાલુ પોલીસે ઇકો ગાડીના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. હોળીના તહેવારના દિવસે બનેલી આ દુર્ઘટનાએ સમગ્ર પરિવારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો.