સોનીપત9 મિનિટ પેહલા
- કૉપી લિંક
આરોપીઓએ જવાહરા ગામમાં દુકાનમાં ઘૂસીને ભાજપના મુંડલાના મંડળ આધ્યક્ષને માથામાં ગોળી મારી દીધી હતી.
હરિયાણાના સોનીપતમાં ભાજપના મુંડલાના મંડળ અધ્યક્ષની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. હોળીની સાંજે જ્યારે તેઓ તેમની દુકાને હાજર હતા, ત્યારે તેમના પર ત્રણ ગોળીઓ મારવામાં આવી, જેમાંથી બે ગોળી નેતાને વાગી હતી. એક ગોળી દુકાનમાં સીધી નેતાના માથામાં વાગી, જેના કારણે નેતાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. તેનો વીડિયો પણ સામે આવ્યો છે.
કહેવામાં આવી રહ્યું છે કે જમીન વિવાદના કારણે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. હુમલો કર્યા પછી આરોપી ભાગી ગયો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કેસની તપાસ શરૂ કરી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખાનપુર હોસ્પિટલમાં મોકલી આપ્યો. પોલીસનું કહેવું છે કે આરોપીઓની શોધ ચાલુ છે.

રાજ્યના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની સાથે નંબરદાર સુરેન્દ્ર.
એક ગોળી શેરીમાં મારવામાં આવી હતી, બીજી દુકાનમાં
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, સોનીપતના ગોહાનાના જવાહરા ગામમાં હોળીના દિવસે ગામના નંબરદાર અને ભાજપના અધ્યક્ષ સુરેન્દ્ર કુમારની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સાંજે જ્યારે તે શેરીમાં હાજર હતા ત્યારે તેના પર હુમલો થયો.
આ દરમિયાન, તે જ ગામના રહેવાસી મન્નુએ તેમના પર ગોળીબાર કર્યો. સુરેન્દ્રની એક ગોળી તેને શેરીમાં જ વાગી. આ પછી તે પોતાનો જીવ બચાવવા દુકાન તરફ દોડ્યા. આ દરમિયાન આરોપીએ બીજી ગોળી મારી, પરંતુ તે નિશાન ચૂકી ગયો. પછી તે દુકાનમાં ગયો અને તેમને ગોળી મારી દીધી. સુરેન્દ્રનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
આરોપીના ફઈની જમીન ખરીદવાને લઈને દુશ્મનાવટ ઊભી થઈ
મળતી માહિતી મુજબ, સુરેન્દ્રએ આરોપી મન્નુની ફઈના નામની જમીન ખરીદી હતી. આરોપી તેની વિરુદ્ધમાં હતો. તેણે સુરેન્દ્રને તે જમીન પર પગ ન મૂકવાની ચેતવણી આપી હતી. આ પછી પણ, સુરેન્દ્રએ જમીન ખેડાવી નાખી હતી.
આરોપી મન્નુ સુરેન્દ્રના આ કૃત્યથી ગુસ્સે હતો અને તેના પર દ્વેષ રાખતો હતો. તેણે હોળીનો મોકો જોઈને ગઈ રાત્રે સુરેન્દ્રને ગોળી મારીને મારી નાખ્યો. આ પછી, આરોપી મન્નુ ગામમાંથી ફરાર છે. પોલીસ તેની શોધમાં દરોડા પાડી રહી છે.

સીએમ સૈની સાથે સુરેન્દ્ર કુમાર. – ફાઇલ ફોટો
સુરેન્દ્ર પહેલા INLDનો ભાગ હતા, બાદમાં ભાજપમાં જોડાયા સુરેન્દ્ર અગાઉ INLD સાથે જોડાયેલા હતા. આ પછી તેઓ ભાજપમાં જોડાયા. જાન્યુઆરી 2021માં, જવાહરા ગામના રહેવાસી નંબરદાર સુરેન્દ્રને ભાજપ પંચાયતી રાજ સેલના પ્રમુખ બનાવવામાં આવ્યા. તેમની હત્યા બાદ વિસ્તારમાં ભયનો માહોલ છે. પોલીસે ટીમો બનાવીને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
42 વર્ષના સુરેન્દ્રનો સંયુક્ત પરિવાર છે. તેનો એક ભાઈ વિદેશમાં છે. માતા-પિતા ઘરે છે, જ્યાં સુરેન્દ્રના ભાઈની પત્ની અને બાળકો પણ રહે છે. સુરેન્દ્રને ૩ બાળકો છે. 2 છોકરીઓ અને એક છોકરો. સુરેન્દ્ર ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. હાલમાં ભાજપ પક્ષ દ્વારા મંડળ પ્રમુખોની નવી યાદીમાં તેમને મુદલાના મંડળ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.