અમદાવાદના પકવાન ચાર રસ્તા ખાતે વૃદ્ધ તેમના ઘર પાસે બેઠા હતા, ત્યારે બે યુવકો આવ્યા હતા. જેમણે વૃદ્ધને કહ્યું કે, તમારા દીકરાએ સાઇબર ક્રાઇમમાં યુવતી વિરુદ્ધ જે ફરિયાદ કરી છે તે પરત ખેંચાવી લેજો, નહિતર તમારા દીકરાના ટાંટિયા તોડી નાખીશું. આટલું કહીને બં
.
પકવાન ચાર રસ્તા પાસે રહેતા મુકેશભાઈ આચાર્ય નિવૃત્ત જીવન ગુજારે છે. તેમનો દીકરો કવન પરિવાર સાથે શીલજમાં અલગ રહે છે. 28 ફેબ્રુઆરીએ મુકેશભાઈ તેમના ફ્લેટની નીચે બેઠા હતા, ત્યારે ત્યાં એક ગાડીમાં અભિષેક જૈન અને તેનો મિત્ર આવ્યા હતા. જેમણે મુકેશભાઈને કહ્યું કે, તમારા દીકરા કવન માટે મારે વાત કરવી છે. મારા સાઢુભાઈની દીકરી સાક્ષી અને કવન વચ્ચે બે ત્રણ વર્ષ અગાઉ મિત્રતા હતી. જે દરમિયાન સાક્ષીએ કવન પાસેથી ઉછીના પૈસા લીધા હતા, તે પૈસા પરત આપ્યા નહોંતા. જેથી કવને સાક્ષી વિરુદ્ધમાં સાઇબર ક્રાઇમમાં બ્રોડ કરવા બાબતની ફરિયાદ નોંધાવી છે. તેથી તમે કવનને સમજાવી દો કે તે ફરિયાદ પાછી ખેંચી લે. આટલું કહીને અભિષેક જઈ મુકેશભાઈને ગાળો બોલવા લાગ્યો હતો. મુકેશભાઈ ગાળો બોલવાની ના પાડી ત્યારે અભિષેકે કહ્યું કે, તમે કવનને કેસ પાછા ખેંચવા માટે સમજાવી દો નહીંતર તેના ટાંટિયા તોડી નાખીશું. આ અંગે મુકેશભાઈએ અભિષેક જૈન વિરોધમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.