બેંગ્લોર57 મિનિટ પેહલા
- કૉપી લિંક
મુંબઈ ઈન્ડિયન્સનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ IPL-2025ની શરૂઆતની મેચ રમશે નહીં. તે બેંગલુરુમાં BCCI સેન્ટર ઑફ એક્સેલન્સ (COE) ખાતે રિહેબ હેઠળ છે.
બુમરાહનો મેડિકલ રિપોર્ટ ઠીક છે. તેણે COE ખાતે બોલિંગ ફરી શરૂ કરી દીધી છે. તે એપ્રિલના પહેલા અઠવાડિયામાં ટીમમાં જોડાશે. પરંતુ આ માટે NCAની મેડિકલ ટીમ પાસેથી ફિટનેસ સર્ટિફિકેટ મેળવવું જરૂરી છે. ત્યાં સુધીમાં મુંબઈની ટીમ 3 મેચ રમી ચૂકી હશે.
બુમરાહ BGTની છેલ્લી મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો બુમરાહ BGTની છેલ્લી ટેસ્ટ મેચમાં ઘાયલ થયો હતો. કમરના નીચેના ભાગમાં થયેલી ઈજાને કારણે બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી પણ બહાર થઈ ગયો હતો. મયંક યાદવ ગયા IPLમાં ઘાયલ થયો હતો. ત્યારથી તે ફક્ત 3 ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો છે. તે સ્નાયુઓમાં ખેંચાણથી પીડાઈ રહ્યો છે.
MIની પહેલી 2 મેચ અવે ગ્રાઉન્ડ પર IPL-2025 22 માર્ચે કોલકાતામાં શરૂ થશે. આ સીઝનની પહેલી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાશે. મુંબઈ 23 માર્ચે ચેપોકમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. ત્યારબાદ 29 માર્ચે તેઓ અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ (GT) સામે રમશે.
MIનો પહેલો ઘરઆંગણેનો મુકાબલો 31 માર્ચે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે થશે. ત્યારબાદ ટીમ 4 એપ્રિલે લખનઉમાં લખનઉ સુપર જાયન્ટ્સ અને 7 એપ્રિલે મુંબઈમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામે રમશે.