- Gujarati News
- Business
- Flat Start Of Stock Market ; Sensex Opens 4 Points Higher At 73,331, IT And Banking Shares Fall
મુંબઈ44 મિનિટ પેહલા
- કૉપી લિંક
શેરબજારમાં આજે એટલે કે 16મી જાન્યુઆરીએ ફ્લેટ ટ્રેડિંગ જોવા મળી રહ્યું છે. સેન્સેક્સ 4 પોઈન્ટના વધારા સાથે 73,331 પર ખુલ્યો હતો. તે જ સમયે નિફ્ટીમાં 17 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો, તે 22,080ના સ્તરે ખુલ્યો હતો.
શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સના 30 શેરોમાંથી 17માં ઘટાડો અને 13માં વધારો જોવા મળ્યો હતો. આઈટી અને બેન્કિંગ શેર્સમાં વધુ ઘટાડો જોવા મળી રહ્યો છે. આ પહેલાં ગઈકાલે એટલે કે 15 જાન્યુઆરીએ શેરબજારે ઓલ ટાઈમ હાઈ બનાવ્યું હતું.
જ્યોતિ CNC ઓટોમેશનના શેર 12% પ્રીમિયમ સાથે લિસ્ટેડ
જ્યોતિ CNC ઓટોમેશનના શેરને આજે બજારમાં સારી લિસ્ટિંગ મળી છે. કંપનીના શેર રૂ. 331ની ઇશ્યૂ કિંમત સામે 12%ના પ્રીમિયમ સાથે NSE પર રૂ. 370 પર લિસ્ટ થયા હતા. ઇશ્યૂને રોકાણકારો તરફથી ઉત્તમ પ્રતિસાદ મળ્યો હતો અને કુલ 38.53 વખત સબસ્ક્રાઇબ કરવામાં આવ્યો હતો.
Medi Assist Healthcare Services IPO માં રોકાણ કરવાની તક
પ્રારંભિક પબ્લિક ઑફરિંગ એટલે કે Medi Assist Healthcare Services Limitedનો IPO જાહેર સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્યો છે. આમાં 17 જાન્યુઆરી સુધી રોકાણ કરી શકાય છે. કંપની આ ઈસ્યુ દ્વારા રૂ. 1,171.58 કરોડ એકત્ર કરવા માગે છે.
આ IPO માટે, રિટેલ રોકાણકારે ઓછામાં ઓછા એક લોટ એટલે કે 35 શેર માટે અરજી કરવી પડશે. કંપનીએ IPO પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર ₹397-₹418 નક્કી કર્યું છે.
જો તમે ₹418ના IPOના ઉપલા પ્રાઇસ બેન્ડ મુજબ 1 લોટ માટે અરજી કરો છો, તો તમારે ₹14,630નું રોકાણ કરવું પડશે. છૂટક રોકાણકારો વધુમાં વધુ 13 લોટ એટલે કે 455 શેર માટે બિડ કરી શકે છે, જેના માટે તેમણે ₹190,190નું રોકાણ કરવું પડશે.
ગઈ કાલે બજાર ઓલ ટાઇમ હાઈ હતુ
આ પહેલા ગઈકાલે એટલે કે સોમવારે પણ શેરબજારે ઓલ ટાઈમ હાઈ બનાવ્યું હતું. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 73,402 અને નિફ્ટી 22,115ને સ્પર્શ્યો હતો. બાદમાં તે થોડો નીચે આવ્યો અને સેન્સેક્સ 759 પોઈન્ટ વધીને 73,327 પર બંધ થયો. નિફ્ટી પણ 202 પોઈન્ટ વધીને 22,097ની સપાટીએ બંધ રહ્યો હતો.