રાજકોટમાં ગત 25 મેં-2024નાં ટીઆરપી ગેમઝોનમાં ભીષણ આગ લાગતા 27 લોકો જીવતા ભડથું થયા હતા ત્યારબાદ મનપાએ કોમર્શિયલ ઇમારતોમાં ફાયર સેફટી અને બીયું (બિલ્ડીંગ યુઝ પરમિશન) અંગે ખાસ ડ્રાઈવ યોજીને અનેક મિલકતો સીલ કરી હતી. ત્યારે ગઈકાલે રહેણાંક બિલ્ડીંગ એવા એટ
.
માત્ર કોમર્શિયલ બિલ્ડીંગ સામે કાર્યવાહી થઇ હતી રાજકોટનાં 150 ફૂટ રિંગરોડ પર બીગ બઝારની સામે આવેલા એટલાન્ટીસ એપાર્ટમેન્ટમાં ગઈકાલે ભીષણ આગ લાગતા ત્રણ યુવાનોનાં કરુણ મોત નીપજ્યા હતાં. અગાઉ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના બાદ ફાયર વિભાગ તેમજ ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા ફાયર NOC અને બીયુ સર્ટી અંતર્ગત સઘન તપાસ ઝુંબેશ શરૂ કરી અનેક ત્યારે માત્ર કોમર્શિયલ બિલ્ડીંગ સામે કાર્યવાહી થઇ હતી. જ્યારે રહેણાંકના એપાર્ટમેન્ટમાં ફક્ત ચેકીંગ થયું કારણ કે, રહેણાકનું બીલ્ડીંગ સીલ થઈ શકે તેમ ન હોય ફક્ત ફાયર NOC મુદ્દે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
જ્યાં ક્ષતિ જોવા મળશે તે એપાર્ટમેન્ટ સીલ કરવા સુધીના પગલાં લેવાશે એટલાન્ટિસ ઈમારતમાં આગની દુર્ઘટના બાદ ફાયર વિભાગની તપાસમાં પ્રાથમિક ધોરણે ત્યાંના ફાયરના સાધનો નકામા હોવાનું તેમજ 10 વર્ષથી બે વિંગની ફાયર NOC રિન્યુ ન થયાનું અને બે વીંગ પાસે ફાયર NOC ન હોવાનું પણ ખુલ્યું છે. જેને લઈ ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ ફાયર વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરી પર સવાલો ઉભા થયા છે. ત્યારે હવે આ અંગે પણ તપાસ બાદ કડક કાર્યવાહી કરવામાં આવે એવી પૂરતી શક્યતા છે તેમજ માત્ર આ એક ઇમારત નહીં પરંતુ, તમામ રહેણાંક એપાર્ટમેન્ટમાં પણ ફાયર સેફટી ઉપરાંત બીયું સર્ટીફીકેટ સહિતની સઘન ચકાસણી કરવામાં આવશે અને જ્યાં કોઈપણ ક્ષતિ જોવા મળશે તે એપાર્ટમેન્ટ સીલ કરવા સુધીના પગલાં લેવાય તેવી શક્યતા પણ નકારી શકાય તેમ નથી.
મ્યુ. કમિશનરે અધિકારીઓ સાથે બેઠકો યોજી કડક કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યા ગઈકાલે એટલાન્ટિસ એપાર્ટમેન્ટની આગમાં 3 લોકોના મોત નિપજ્યા હતા. મ્યુ. કમિશનર તુષાર સુમેરાએ સ્થળ મુલાકાત પણ કરી હતી તેમજ આ દુર્ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લઈ અને આજરોજ ફાયર વિભાગ, ટીપી શાખા સહિતના વિભાગના તમામ અધિકારીઓ સાથે બેઠકો યોજી હતી. જેમાં આવી દુર્ઘટનાઓ અટકાવવા કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા હોવાનું પણ જાણવા મળ્યું છે. જોકે હાલ મ્યુ. કમિશનરે આ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે કોઈ જાહેરાત કરી નથી પરંતુ, આગામી સોમવારથી કોમર્શિયલ અને રહેણાંક ઇમારતોમાં પણ સઘન ચેકીંગ તેમજ કડક કાર્યવાહી કરવામાં આવે એવા નિર્દેશ મળી રહ્યા છે.