Surat News : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી મારામારી, દુષ્કર્મ સહિતની ઘટનાઓ સામે આવી રહી છે. સુરતના કતારગામ વિસ્તારમાં માત્ર 6 વર્ષની બાળકીનું અપહરણ કરીને નરાધમે પોતાની હવસનો શિકાર બનાવી હતી. હાલમાં બાળકીને ગંભીર ઈજાઓ થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, ત્યારે ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે મૂળ ઉત્તરપ્રદેશના આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
દુષ્કર્મ કેસનો આરોપી ઝડપાયો
સુરતના કતારગામ વિસ્તારમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના બાદ પોલીસ તંત્ર દોડતું થયું હતું. પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોપીને ઝડપી પાડવા માટે 200 સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો સહારો લીધો હતો. જેમાં ક્રાઈમ બ્રાન્ચ ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં મૂળ ઉત્તરપ્રદેશના અજય વર્મા નામના આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાતના મધ્યમ વર્ગ માટે મોટા સમાચાર, RTEમાં બાળકોના પ્રવેશ માટે આવક મર્યાદા 6 લાખ કરાઈ
સુરતના કતારગામ વિસ્તારમાં બાળકી સાથે નરાધમે દુષ્કર્મ આચર્યું હતું. જેમાં રસ્તાના કિનારે વસવાટ કરતા શ્રમજીવી પરિવારની 6 વર્ષની માસુમ દિકરીનું આરોપીએ અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું. આ નરાધમ પીધેલી હાલતમાં હતો અને તેણે રસ્તા પરથી બાળકીનું અપહરણ કરીને અવાવરુ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. માતા જોડે બાળકી સુઈ રહી હતી, ત્યારે આરોપીને બાળકીનું અપહરણ કર્યું હતું.