પોલીસે રક્ષિતના એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જે પુરા થતા વધુ બે દિવસના મેળવ્યા છે. અકસ્માત બાદ રક્ષિત બૂમબરાડા કરતો હતો. એ વિશે જાણકારી મેળવશે. પોલીસ ‘અનધર રાઉન્ડ અને નિકિતા’ના નામનો ઉલ્લેખ વાઇરલ વીડિયોમાં રક્ષિત વારંવાર કરે છે એની તપાસ કરશે. પોલીસ
.
અગાઉની રિમાન્ડ અરજીમાં આ 7 કારણો હતાં 1 પકડાયેલા આરોપી ફોક્સવેગન કાર પૂરપાટ ઝડપે ચલાવી એક મહિલાનું મોત નિપજાવ્યું હોવાથી ગુનાના કામે રીકન્ટ્રક્શન પંચનામુ કરવાનું છે. 2 ગુનાને લગતા પુરાવા માટે રિમાન્ડની જરૂર છે. 3 આરોપી પાસે કાર ચલાવવાનું લાયસન્સ સાથે ન હતું અને પૂછપરછ માં યોગ્ય જવાબ નહીં આપતો હોવાથી લાયસન્સની ખરાઇ માટે હાજરી જરૂરી. 4 કાર પૂરપાટ ઝડપે ચલાવી અવનવા સ્ટંટ કરી પબ્લિકને હેરાન કરતો હતો. આરોપી કયા રસ્તે કાર ચલાવી લાવ્યો તેની તપાસ કરવી જરૂરી છે. 5 આરોપીનો ઇરાદો અગાઉથી ગુનો કરવાનો હતો કે કેમ તેની તપાસ કરવાની છે. 6 આરોપી પોલીસ તપાસમાં સાથ સહકાર આપતો નહીં હોવાથી ગુનાના મૂળ સુધી પહોંચવા હાજરી જરૂરી છે. 7 આરોપીની કોલ ડીટેલ મેળવવાની તજવીજ ચાલુ છે.જે મળ્યા બાદ કોની કોની સાથે કયા કયા વિસ્તારોમાં ફર્યો એની તપાસ જરૂરી છે.
શનિવારે નવી રિમાન્ડ અરજીમાં એક જ કારણ નવું ઉમેર્યું છે જેમાં ચાલુ તપાસમાં આરોપીનો વિડિઓ બહાર આવ્યો છે.જેમાં અનઅધર રાઉન્ડનો ઉલ્લેખ છે. એ શું કહેવા માંગે છે એની તપાસ માટે ફરધર રિમાન્ડની જરૂર છે.એમ જણાવ્યું છે.
નિકિતા કોણ છે? તેની તપાસ કરી નિવેદન લેવાશે અકસ્માત બાદ કારમાંથી ઉતરેલા રક્ષિતે ‘અનધર રાઉન્ડ, નિકિતા’ એવી બૂમો પાડી હતી અને ૐ નમઃ શિવાય બોલતો હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. તપાસમાં નિકિતા આરોપી રક્ષિતની ગર્લ ફ્રેન્ડ હોવાનું બહાર આવ્યું છે. પોલીસ નિકિતાની તપાસ કરી એનું નિવેદન પણ લેશે.