Vadodara car accident : વડોદરા અકસ્માતનો વીડિયો ઇન્ટરનેટ પર સનસની મચાવી રહ્યો છે. વડોદરાના અકસ્માતે લોકોમાં ગુસ્સો ભરી દીધો છે. 20 વર્ષીય રક્ષિત ચોરાસિયા જે બેફામ સ્પીડે કાર હંકારી 5 લોકોને ટક્કર મારી હતી. હોળીની રાત્રે કારેલીબાગ આમ્રપાલી વિસ્તારમાં પૂર ઝડપે કાર ચલાવતા રક્ષિત ચોરસિયાએ ત્રણ ટુ વ્હીલરને અડફેટ લીધા હતા. જેમાં આઠ વ્યક્તિઓને ઈજા થઈ હતી અને હેમાલી પટેલ નામની યુવતીનું મોત નિપજ્યું હતું. આ મામલે બોલીવુડ અભિનેત્રી જાહ્નવી કપૂરનું રિએક્શન સામે આવ્યું છે. જાહ્નવીએ રક્ષિત ચોરાસિયા પર ગુસ્સો વ્યક્ત કર્યો છે.
આરોપી પર ભડકી જાહ્નવી કપૂર
આ વાયરલ વીડિયો પર જ્યારે જાહ્નવી કપૂરની નજર પડી તો તે પણ ગુસ્સાથી લાલચોળ થઇ ગઇ. જાહ્નવી કપૂરે પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર પોસ્ટ શેર કરતાં આરોપી વિરૂદ્ધ કડક પગલાં લેવાની વાત કરી. જાહ્નવી કપૂરે લખ્યું કે ‘આ ખૂબ જ ચોંકાવનારી અને ગુસ્સો આવે એવી ઘટના છે. આ અંગે વિચારીને ધૃણા થાય છે કે કોઇ આ પ્રકારનું કૃત્ય કરીને બચી શકે છે. ફરક નથી પડતો કે તે નશામાં કે નહી?’ જાહ્નવી કપૂરના રિએક્શનથી સ્પષ્ટ થાય છે કે તે પણ આરોપીને કડક સજા અપાવવાના હકમાં છે.
આ પણ વાંચો: વડોદરા અકસ્માત કેસ: રિકન્સ્ટ્રક્શન દરમિયાન લંગડાતો આવ્યો આરોપી, કાન પકડી માફી માગી
શું હતી સમગ્ર ઘટના?
હોળીની રાત્રે કારેલીબાગ આમ્રપાલી વિસ્તારમાં પૂર ઝડપે કાર ચલાવતા રક્ષિત ચોરસિયાએ ત્રણ ટુ વ્હીલરને અડફેટ લીધા હતા. જેમાં આઠ વ્યક્તિઓને ઈજા થઈ હતી અને હેમાલી પટેલ નામની યુવતીનું મોત નિપજ્યું હતું. આ મહિલાના પતિ પુરવ પટેલને પણ સયાજી હોસ્પિટલમાં જ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. જેમની હાલત પણ અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે અન્ય ઇજાગ્રસ્ત માતા અને બે બાળકોને સયાજી હોસ્પિટલમાંથી અન્ય ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. આ કેસમાં પોલીસે કાર ચલાવતા રક્ષિત ચોરસિયાના રિમાન્ડ મેળવ્યા છે.