સના51 મિનિટ પેહલા
- કૉપી લિંક
અમેરિકાની સેનાએ યમનમાં એરસ્ટ્રાઈકની તસવીર જાહેર કરી છે.
અમેરિકન સેનાએ શનિવારે યમનમાં હુથી બળવાખોરો પર એરસ્ટ્રાઈક કરી. આ હુમલામાં 21 લોકોએ જીવ ગુમાવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી હુથી બળવાખોરો સામે અમેરિકાની આ પહેલી મોટી કાર્યવાહી છે.
ટ્રમ્પે આ વિશે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી. તેમણે લખ્યું – હુથી આતંકવાદીઓ, તમારો સમય પૂરો થઈ ગયો છે. અમેરિકા તમારા પર આકાશમાંથી એવો કહેર વરસાવશે જે તમે પહેલાં ક્યારેય નહીં જોયો હોય.
ખરેખરમાં, આ કાર્યવાહી લાલ સમુદ્રમાં અમેરિકન જહાજો પર હુથીઓના હુમલાના જવાબમાં કરવામાં આવી છે. ચાર મહિના પહેલા, હુથી બળવાખોરોએ લાલ સમુદ્રમાં યુએસ યુદ્ધ જહાજો પર અનેક હુમલાઓ કર્યા હતા.
અમેરિકન એરસ્ટ્રાઈકની તસવીરો…

યુએસ સેન્ટ્રલ કમાન્ડે યુદ્ધ જહાજમાંથી મિસાઇલ ઝીંકવાનો વીડિયો જાહેર કર્યો હતો.
યુએસ સેનાએ યમનના સનામાં એરસ્ટ્રાઈક કરી હતી.

સના શહેરમાં થયેલા વિસ્ફોટની તસવીરો. આ હુમલાઓમાં 21 લોકોનાં મોત થયા છે.
ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી- સેના પર હુમલા સહન નહીં કરીએ
ટ્રમ્પે કહ્યું કે ઈરાન આ હૂથી આતંકવાદીઓને ભંડોળ પૂરું પાડી રહ્યું છે. આ આતંકવાદીઓ અમેરિકન વિમાનો પર મિસાઇલો ઝીંકી રહ્યા છે અને અમારા સૈનિકો અને સાથી દેશોને નિશાન બનાવી રહ્યા છે. આ હુમલાઓથી અમેરિકા અને વૈશ્વિક અર્થતંત્રને અબજો ડોલરનું નુકસાન થયું છે અને નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાયા છે.
ઈરાનને ચેતવણી આપતા ટ્રમ્પે કહ્યું કે તે હુથી આતંકવાદીઓને સાથ આપવાનું બંધ કરે. અમેરિકા, તેના રાષ્ટ્રપતિને ધમકાવવાનો પ્રયાસ ન કરો. જો તમે આમ કરશો, તો અમેરિકા તમને સંપૂર્ણપણે જવાબદાર ઠેરવશે અને અમે આને હળવાશથી નહીં લઈએ!
ટ્રમ્પે કહ્યું- બાઈડને ક્યારેય કરારો જવાબ આપ્યો નહીં
ટ્રમ્પે કહ્યું કે જો બાઈડને ક્યારેય આ હુમલાઓ સામે કડક પગલાં લીધાં નથી, તેથી હુથીઓ ડર્યા વિના હુમલો કરતા રહ્યા. એક વર્ષ થઈ ગયું છે જ્યારે કોઈ અમેરિકન જહાજે છેલ્લે સુએઝ નહેર, લાલ સમુદ્ર અથવા એડનના અખાતમાંથી સુરક્ષિત રીતે પસાર કર્યું. પરંતુ અમેરિકન જહાજો પર હુથી હુમલાઓ હવે સહન કરવામાં આવશે નહીં.

2023થી અત્યાર સુધીમાં હુથી બળવાખોરોએ યુએસ યુદ્ધ જહાજો પર 174 વખત અને કોમર્શિયલ જહાજો પર 145 વખત હુમલો કર્યો છે.
હુથી બળવાખોરોએ કહ્યું – અમે અમેરિકાને જવાબ આપીશું
અમેરિકાના હુમલા બાદ હુથી બળવાખોરોએ કહ્યું કે તેઓ અમેરિકાના હુમલાનો જવાબ આપશે. તેમણે અલ-મસિરાહ ટીવી ચેનલ પર જાહેર કરાયેલા એક નિવેદનમાં કહ્યું કે અમારા યમનના દળો સંપૂર્ણપણે તૈયાર છે. જો અમેરિકા અમારી સામે કાર્યવાહી વધારશે, તો અમે પણ તે જ સ્તરે જવાબ આપીશું.
પેલેસ્ટિનિયન સંગઠન હમાસે શનિવારે અમેરિકાના હુમલાની નિંદા કરી હતી. હમાસે તેને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન અને દેશની સાર્વભૌમત્વ અને સ્થિરતા પર હુમલો ગણાવ્યો.
હુથી બળવાખોરો કોણ છે?
- યમનમાં 2014માં ગૃહયુદ્ધ શરૂ થયું હતું. તેનું મૂળ શિયા-સુન્ની વિવાદ છે. કાર્નેજી મિડલ ઇસ્ટ સેન્ટરના અહેવાલ મુજબ, બંને સમુદાયો વચ્ચે હંમેશા સંઘર્ષ રહ્યો છે, જે 2011માં આરબ સ્પ્રિંગની શરૂઆત સાથે ગૃહયુદ્ધમાં પરિણમ્યો. 2014માં, શિયા બળવાખોરોએ સુન્ની સરકાર સામે મોરચો માંડ્યો હતો.
- આ સરકારનું નેતૃત્વ રાષ્ટ્રપતિ અબ્દરબ્બુહ મન્સૂર હાદી કરી રહ્યા હતા. હાદીએ આરબ ક્રાંતિ પછી ફેબ્રુઆરી 2012માં લાંબા સમયના શાસક ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અલી અબ્દુલ્લા સાલેહ પાસેથી સત્તા કબજે કરી હતી. દેશમાં પરિવર્તન વચ્ચે હાદીએ સ્થિરતા લાવવા માટે સંઘર્ષ કર્યો. તે જ સમયે સેના વિભાજીત થઈ ગઈ અને અલગતાવાદી હુથીઓ દક્ષિણમાં એકત્ર થયા.
- આરબ દેશોમાં પ્રભુત્વ સ્થાપિત કરવાની દોડમાં, ઈરાન અને સાઉદી અરેબિયા પણ આ ગૃહયુદ્ધમાં કૂદી પડ્યા. એક તરફ, હુથી બળવાખોરોને શિયા બહુમતી ધરાવતા દેશ ઈરાનનો ટેકો મળ્યો. તો સરકારને સુન્ની બહુમતી ધરાવતા દેશ સાઉદી અરેબિયાનો.
- જોત જાતામાં, હુથી તરીકે ઓળખાતા બળવાખોરોએ દેશનો મોટો ભાગ કબજે કરી લીધો. 2015માં, પરિસ્થિતિ એવી બની ગઈ હતી કે બળવાખોરોએ આખી સરકારને દેશનિકાલ થવા મજબુર કરી દીધી હતી.
- ઈરાનના સમર્થનને કારણે, હુથી બળવાખોરો એક ટ્રેન્ડ લડાયક જૂથમાં ફેરવાઈ ગયા છે. હુથી બળવાખોરો પાસે આધુનિક શસ્ત્રો છે અને તેમના પોતાના હેલિકોપ્ટર પણ છે.