15 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટ્સમેન ડેવિડ વોર્નર ક્રિકેટ બાદ હવે ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જોવા મળશે. વોર્નર સાઉથ ફિલ્મ ડિરેક્ટર વેન્કી કુદુમુલાની આગામી એક્શન-ડ્રામા ફિલ્મ ‘રોબિન હૂડ’ થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી રહ્યો છે. વોર્નરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ શેર કરી. જેમાં તેણે કહ્યું કે તે ફિલ્મમાં કામ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.
સાઉથનો ‘રોબિન હૂડ’ બનશે ડેવિડ વોર્નર! ડિરેક્ટર વેન્કી કુદુમુલાની આગામી તેલુગુ એક્શન ફિલ્મ ‘રોબિનહૂડ’નું નિર્માણ ‘પુષ્પા 2’ મેકર્સ માયથ્રી મૂવી દ્વારા કરવામાં આવી રહ્યું છે. શનિવારે પ્રોડક્શન હાઉસે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ વોર્નરનું ભારતીય સિનેમામાં સત્તાવાર રીતે સ્વાગત કર્યું.

પ્રોડક્શન હાઉસે પોસ્ટર શેર કર્યું પ્રોડક્શન હાઉસે તેના x હેન્ડલ પર વોર્નરનું પોસ્ટર શેર કર્યું અને લખ્યું કે, ક્રિકેટના મેદાન પર ચમક્યા અને છાપ છોડ્યા બાદ હવે ડેવિડ વોર્નરને સિલ્વર પડદે લાવવાનો સમય આવી ગયો છે. અમે ડેવિડ વોર્નરને એક એક્સાઈટેડ કેમિયાના રૂપમાં રજૂ કરવા જઈ રહ્યા છીએ.
‘રોબિન હૂડ’ 28 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મ અંગે ડેવિડ વોર્નરે કહ્યું કે, તેમને આ ફિલ્મના શૂટિંગમાં ખૂબ મજા આવી. હું ભારતીય સિનેમામાં આવી રહ્યો છું. હું આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છું.

પ્રોડ્યુસર વાય રવિશંકરે માહિતી આપી અગાઉ, ફિલ્મના પ્રોડ્યુસર વાય રવિશંકરે આ માહિતી આપી હતી. એક પ્રમોશનલ ઇવેન્ટ દરમિયાન, પ્રોડ્યુસર પાસે તેમની ફિલ્મ ‘રોબિન હૂડ’ વિશે અપડેટ માગવામાં આવ્યું. પછી તેણે કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ વોર્નરે ફિલ્મમાં એક નાનકડી ભૂમિકા ભજવી છે જે ચાહકોને ખૂબ જ ખુશ કરશે. આ સમય દરમિયાન, પ્રોડ્યુસરે ડિરેક્ટરની પરવાનગી વિના આ માહિતી શેર કરી હતી. આ માટે તેણે ડિરેક્ટરની માફી પણ માગી હતી.

ફિલ્મના પ્રોડ્યુસર વાય રવિશંકરે માહિતી શેર કરી
તેલુગુ એક્ટર નીતિન લીડ એક્ટર હશે ‘રોબિન હૂડ’ ફિલ્મમાં અભિનેતા નીતિન લીડ એક્ટરની ભૂમિકા ભજવશે. આમાં, નીતિન એક ચોરની ભૂમિકા ભજવી રહ્યો છે, જે શ્રીમંત ઘરોમાંથી ચોરી કરે છે અને તે પૈસા ગરીબોમાં વહેંચે છે. જોકે, ફિલ્મમાં ડેવિડ વોર્નરના કેમિયોને જોવા માટે ફેન્સ ખૂબ જ ઉત્સુક છે.