વાંકાનેર તાલુકાના કલાવડી ગામના પાટિયા પાસે ગંભીર અકસ્માત સર્જાયો છે. ઈકો ગાડીએ ત્રિપલ સવારી એક્ટિવાને હડફેટે લેતાં એક યુવાનનું મોત નીપજ્યું છે. અન્ય બે યુવાનોને ગંભીર ઈજાઓ થઈ છે.
.
ઘટના મુજબ, સિંધાવદર ગામના ગોપાલ ઉર્ફે વિશાલ પરબતભાઈ બાંભવા (19) એક્ટિવા ચલાવી રહ્યો હતો. તેમની સાથે વિશાલ ધારાભાઈ બાંભવા (21) અને સંદીપ પણ સવાર હતા. કલાવડી ગામના પાટિયા પાસે ગેસ પ્લાન્ટની સામેથી પસાર થતી વખતે ઈકો ગાડી (GJ-3-JC-7186)એ તેમના એક્ટિવા (GJ-36-AD-6069)ને ટક્કર મારી હતી.
અકસ્માતમાં એક્ટિવા ચાલક ગોપાલને ગંભીર ઈજાઓ થતાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. વિશાલને જમણા પગમાં ફ્રેક્ચર થયું હતું. સંદીપને જમણા હાથની કોણી, માથા અને પગે ઈજાઓ થઈ છે. બંને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ કેસમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ઈકો ગાડીના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવાની કાર્યવાહી શરૂ કરી છે.