મોરબીમાં બે અલગ-અલગ બનાવોમાં બે વ્યક્તિના મોત નિપજ્યાં છે. પ્રથમ બનાવમાં બેલા ગામના 62 વર્ષીય જયાબેન વિનોદભાઈ બાવરવાએ એસિડ પી લીધું હતું. તેમને તાત્કાલિક સારવાર માટે મોરબીથી રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.
.
બીજા બનાવમાં મોરબીના ભડીયાદ કાંટા વિસ્તારના 25 વર્ષીય અજયભાઈ જેન્તીભાઈ સોઢાનું મોત થયું છે. ગાળા ગામની સીમમાં આવેલ એડીકોન સીરામીક કારખાનામાં ખરાબ પાણીનો ટાંકો ખાલી કરતી વખતે તે કુંડીમાં પડી ગયો હતો. ડૂબી જવાથી તેનું મોત નિપજ્યું હતું.
બંને બનાવોની જાણ મોરબી તાલુકા પોલીસને કરવામાં આવી છે. વૃદ્ધાના મૃત્યુની તપાસ ફિરોજભાઈ સુમરા કરી રહ્યા છે. જ્યારે યુવાનના મૃત્યુના કિસ્સામાં પોલીસે અકસ્માત મૃત્યુની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.