અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં ઉનાળાની શરૂઆત સાથે જ સાપોના દેખાવમાં વધારો થઈ રહ્યો છે, જેના કારણે લોકોમાં ભય ફેલાઈ રહ્યો છે. 15 માર્ચ 2025ના રોજ અલગ-અલગ જગ્યાએથી ચાર ઘાતક અને અત્યંત ઝેરી સાપો પકડાયા, જેને લીધે નાગરિકોમાં ચિંતાનો માહોલ સર્જાયો.
.
સાપ પકડવાના સ્થળો અને સમય:
- નાગ સાપ – બપોરે 1:00, નરોડા GIDC
- કાળોતરો – વહેલી સવારે 5:30, કઠવાડા GIDC
- ખડચીતળો – બપોરે 3:40, ભૂલાવડી ગામ
- ફુરસો – સાંજે 4:20, અમદુપુરા બ્રિજ પાસે
આ ચારેય સાપો ભારતમાં જોવા મળતા સૌથી ખતરનાક અને વિષેલા સાપોમાં ગણાય છે. જો આ સાપો લોકોની નજીક આવ્યા હોત, તો મોટી જાનહાની થઈ શકતી હતી.
13 વર્ષથી સેવામાં ‘રેસ્ક્યુ ફાઉન્ડેશન ગુજરાત’ અમદાવાદ અને ગુજરાતભરમાં ‘રેસ્ક્યુ ફાઉન્ડેશન’ ટીમ 13 વર્ષથી સાપ અને અન્ય પ્રાણીઓનું રેસ્ક્યુ કરીને જનજાગૃતિ ફેલાવવાનું કામ કરી રહી છે. સાપોની હાજરી લોકોને જીવલેણ સાબિત થઈ શકે છે, તેથી જો ક્યાંય સાપ જોવા મળે, તો તરત જ વનવિભાગ અથવા સ્થાનિક NGOને જાણ કરવી જોઈએ.
અતિ આવશ્યક હેલ્પલાઇન નંબર: 8000535253 / 7600009845/46 ટોલ ફ્રી: 1926
સાવચેત રહો, સલામત રહો! કોઈપણ સાપ જોવો તો તરત રેસ્ક્યુ ટીમને જાણ કરો!