અમદાવાદ, રવિવાર
પીસીબીએ બે દિવસ દરમિયાન સરદારનગર અને સોલામાં દરોડા પાડીને રૂપિયા 7.45 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને મહિલા બુટલેગર સહિત બે વ્યક્તિઓની ધરપકડ કરી છે.પીસીબીના પીઆઇ જે પી જાડેજાના સ્ટાફના એએસઆઇ વનરાજસિંહ બાતમી મળી હતી કે સોલા સાયન્સ સીટી રોડ પર આવેલા જી ડી પાર્ટી પ્લોટ પાસે આવેલા ચામુંડા કાર વોશીંગ શેડની આડમાં એક વ્યક્તિ દ્વારા દારૂનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો છે. જેના આધારે પોલીસે દરોડો પાડીને તપાસ કરતા એક વાનમાં રૂપિયા 5.80ની કિંમતનો 700 બોટલ વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. આ અંગે તપાસ કરતા રોહીત લુહાર નામના વ્યક્તિએ શેડ ભાડે લીધો હતો.