રાજકોટમાં ગુનાખોરીની ઘટનાઓ સતત વધી રહી છે. છેલ્લા કેટલાક સમયથી ચોરી, મારામારી અને હત્યાનાં બનાવોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. રવિવારે હત્યાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં ત્રંબા પાસે આવેલ વડાળી ગામ ખાતે એક યુવકની છરીનાં ઘા ઝીંકી હત્યા કરાઈ હોવાન
.
છરીનાં બે ઘા ઝીંકી હત્યા કરી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના આજીડેમ વિસ્તારમાં આવેલ વડાળી ગામે એક યુવકની હત્યા કરવામાં આવી છે. રાત્રે 8:30 આસપાસ 32 વર્ષીય ભરત નાગજીભાઈ મૂછડીયા નામનો યુવક પોતાના ઘર પાસે હતો. ત્યારે કોઈ કારણોસર કૌટુંબિક ભાઈ અજય મૂછડીયા સાથે ઝઘડો થયો હતો. જેમાં ઉશ્કેરાયેલા અજયે છરીનાં બે ઘા ઝીંકી દેતા ભરત લોહીલુહાણ થઈને ત્યાં ફસડાઈ પડ્યો હતો. આ બનાવને પગલે ભરતનાં પરિવાર સહિત આસપાસનાં લોકો પણ એકઠા થઇ ગયા હતા. તેમજ ભરતને 108 દ્વારા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો છે.
પોલીસ કાફલો પણ દોડી ગયો ભરતનું મોત નિપજતા તેની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી છે. જ્યાં આજીડેમ પોલીસ મથકનાં પી.આઈ, ડી સ્ટાફ એલસીબી ઝોન વન સહિતની ટીમો દોડી ગઈ છે. તેમજ એસીપી જાધવ સહિતનો પોલીસ કાફલો પણ દોડી ગયો છે. અને હત્યાનું કારણ જાણવા તેમજ આરોપીને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રાથમિક રીતે મળતી માહિતી મુજબ ભરત અને તેના કૌટુંબિક ભાઈ અજય વચ્ચે મોબાઈલમાં સ્ટેટસ જોવા મામલે ઝઘડો થયો હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. જોકે બનાવનું સાચું કારણ પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સામે આવશે.