5 મિનિટ પેહલા
- કૉપી લિંક
અવકાશમાં ફસાયેલા સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને પરત લાવવાની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. છેલ્લા 9 મહિનાથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ફસાયેલા બંને અવકાશયાત્રીઓને 19 માર્ચે સફળતાપૂર્વક પૃથ્વી પર પાછા લાવવામાં આવશે. નાસાએ બંનેના વાપસીને લઈને મોટું અપડેટ જણાવ્યું છે.
નાસાએ રવિવારે સાંજે જણાવ્યું હતું કે આ અવકાશયાત્રીઓના પરત ફરવાનો સમય મંગળવારે સાંજે 5:57 વાગ્યે (ભારતીય સમય મુજબ 19 માર્ચે મોડી રાતે 3:30 વાગ્યે) ફ્લોરિડાના સમુદ્ર કિનારે હશે. વિલ્મોર અને વિલિયમ્સ જૂન 2023થી ISS પર છે. તે બોઇંગ સ્ટારલાઇનર અવકાશયાનની પ્રથમ માનવયુક્ત પરીક્ષણ ઉડાન પર ગયા હતા, પરંતુ ટેક્નિકલ ખામીને કારણે અવકાશયાનને સુરક્ષિત રીતે પરત ફરી શક્યું નહોતું.
NASAએ કહ્યું છે કે તે સ્પેસએક્સ ક્રૂ-9ના ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી પૃથ્વી પર પરત ફરવાનું લાઈવ પ્રસારણ કરશે. આ ટેલિકાસ્ટ 17 માર્ચે રાત્રે 10:45 વાગ્યે (યુએસ સમય મુજબ) શરૂ થશે. ભારતમાં આ સમય લગભગ 18 માર્ચે સવારે 8:30 વાગ્યાનો હશે.
ક્યાં ઉતરશે SpaceX કેપ્સ્યુલ
નાસાએ રવિવારે સાંજે એક નિવેદનમાં કહ્યું કે બંને અવકાશયાત્રીઓ 18 માર્ચ (મંગળવાર)ના રોજ પૃથ્વી પર પાછા ફરશે. નાસાને બંને અવકાશયાત્રીઓને ફ્લોરિડાના દરિયાકિનારે લેન્ડિંગ કરવાની અપેક્ષા છે.
સાથે જ નાસા પણ પરત ફરવાનું લાઈવ કવરેજ ટેલિકાસ્ટ કરવા જઈ રહ્યું છે. લાઇવ કવરેજ શરૂઆત ડ્રેગન સ્પેસક્રાફ્ટના હેચને બંધ કરવાની તૈયારી સાથે જ થશે. નાસાના અવકાશયાત્રી નિક હેગ અને રોસ્કોસ્મોસ (રશિયા) અવકાશયાત્રી એલેક્સાંદ્ર ગોર્બુનોવ પણ ડ્રેગન કેપ્સ્યુલમાં પરત ફરશે.

છેલ્લા 9 મહિનાથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ફસાયેલા બંને અવકાશયાત્રીઓને 19 માર્ચે સફળતાપૂર્વક પૃથ્વી પર પાછા લાવવામાં આવશે.
જણાવીએ કે શુક્રવારે (14 માર્ચ) SpaceX એ Crew-10 મિશન લોન્ચ કર્યું હતું. ફાલ્કન-9 રોકેટથી ક્રૂ ડ્રેગાંવ કેપ્સ્યુલ લોન્ચ કરવામાં આવી હતી. નાસાના કોમર્શિયલ ક્રૂ પ્રોગ્રામ હેઠળ ISS માટે આ અગિયારમી ક્રૂ ફ્લાઇટ છે.
નોંધનીય છે કે સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર માર્ચના એન્ડિંગ સુધીમાં પૃથ્વી પર પાછા ફરવાના હતા, પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈલોન મસ્કને તેમને વહેલીતકે પૃથ્વી પર પાછા લાવવાની વિનંતી બાદ આ મિશન ઝડપી કરવામાં આવ્યું હતું.
સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મર ગયા વર્ષે 5 જૂને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ગયા હતા. તેઓ માત્ર એક અઠવાડિયા પછી પૃથ્વી પર પાછા ફરવાના હતા, પરંતુ બોઇંગ સ્ટારલાઇનર ખામીના કારણે બંને ત્યાં જ ફસાઈ ગયા. બંને 9 મહિનાથી વધુ સમયથી ત્યાં અટવાયેલા છે.

NASAએ કહ્યું છે કે તે સ્પેસએક્સ ક્રૂ-9ના ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી પૃથ્વી પર પરત ફરવાનું લાઈવ પ્રસારણ કરશે.
સુનિતા વિલિયમ્સે સ્પેસ સ્ટેશન પર શું કર્યું?
અવકાશમાં રહેતા સુનિતા વિલિયમ્સે ઘણા મહત્વપૂર્ણ રિસર્ચ પ્રયોગો કર્યા. તેમણે રિસર્ચમાં 900 કલાકથી વધુ સમય પસાર કર્યો. તેમના મિશન દરમિયાન, તેમણે બોઇંગ સ્ટારલાઇનરને ચલાવવાનું કામ પણ કર્યું, જેને બનાવવામાં તેણે જ મદદ કરી હતી અને તેના માટે નાસાને 4.2 બિલિયન ડોલરનો ખર્ચ થયો હતો. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં, તેમણે ઘણી વસ્તુઓ બદલી અને ઘણો કચરો જમીન પર પાછો મોકલવામાં મદદ કરી છે.
Topics: