1 કલાક પેહલા
- કૉપી લિંક
બોલિવૂડના સોશ્યલાઇટ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઓરી ઉર્ફે ઓરહાન અવત્રામણિ મુશ્કેલીમાં મુકાયો છે. કટરા પોલીસે ઓરી સહિત 8 લોકો સામે વૈષ્ણોદેવીમાં દારૂ પીવા બદલ ફરિયાદ નોંધી છે. કાયદા અનુસાર, કટરામાં દારૂ વેચવા, રાખવા અને પીવા પર સખત પ્રતિબંધ છે.
ઓરીએ વૈષ્ણોદેવીમાં મિત્રો સાથે કરી દારૂ પાર્ટી ઓરી અને તેના મિત્રો પર માતા વૈષ્ણો દેવીના મંદિર પાસે કટરા સ્થિત એક હોટલમાં દારૂ પીવાનો આરોપ લાગ્યો છે. આરોપીઓમાં એક રશિયન યુવતી અનાસ્તાસિલા આર્માશકીનાનો પણ સમાવેશ થાય છે, જે ઓરી અને તેના મિત્રો સાથે કટરા આવી હતી. આ સમગ્ર મામલે ઓરી તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી. 15 માર્ચે, ઓરીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. જેમાં તે એક ખાનગી હોટલમાં તેના મિત્રો સાથે પાર્ટી કરતો જોવા મળ્યો હતો.

વૈષ્ણોદેવી મંદિર પાસેની એક હોટલનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ઓરી તેના મિત્રો સાથે જોવા મળી રહ્યો છે.

વીડિયોમાં ટેબલ પર દારૂની બોટલ સ્પષ્ટ દેખાય છે.
પોલીસે શું કહ્યું? જમ્મુ અને કાશ્મીર પોલીસે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે આ તમામ 8 લોકો સામે ‘કાયદાનું ઉલ્લંઘન’ કરવા બદલ FIR નોંધવામાં આવી છે. ઉપરાંત લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ એક ટીમ તેમની ધરપકડ કરશે. કટરા પોલીસને 15 માર્ચે ફરિયાદ મળી હતી કે એક હોટલમાં રોકાયેલા કેટલાક મહેમાનો હોટલ પરિસરમાં નિયમોનું ઉલ્લંઘન કરીને દારૂ પીતા જોવા મળ્યાં હતાં.
એક પોલીસ અધિકારીએ ફરિયાદનો ઉલ્લેખ કરતા જણાવ્યું-

ઓરહાન અવત્રામણિ, દર્શન સિંહ, પાર્થ રૈના, ઋતિક સિંહ, રાશિ દત્તા, રક્ષિતા ભોગલ, શગુન કોહલી અને અનાસ્તાસિલા અરઝામસ્કીનાએ હોટલ પરિસરમાં દારૂ પીધો હતો, જ્યારે તેમને અગાઉથી જાણ કરવામાં આવી હતી કે માતા વૈષ્ણોદેવી મંદિરની નજીક હોવાથી હોટલ પરિસરમાં દારૂ અને નોન વેજ ખાવાની મંજૂરી નથી. ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા અને જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશનું ઉલ્લંઘન કરવા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ મામલાની ગંભીરતાને જોતા, રિયાસીના સિનિયર પોલીસ અધિક્ષક પરમવીર સિંહે ગુનેગારોની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે. જેથી લોકોને ખબર પડે કે લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડતી કોઈપણ પ્રવૃત્તિ ધાર્મિક સ્થળ પર સહન કરવામાં આવશે નહીં.
કોણ છે ઓરી? ઓરી એક સોશિયલ મીડિયા સ્ટાર છે. તે પોતાના ફેશન સ્ટેટમેન્ટ અને બી-ટાઉન સેલેબ્સ સાથેની મિત્રતાને કારણે ચર્ચામાં રહે છે. સ્ટાર કિડ્સ સાથેની તેમની પાર્ટીઓ વિશે હંમેશા ચર્ચા થાય છે. જ્હાન્વી કપૂર, અનન્યા પાંડે, ખુશી કપૂર ઉપરાંત, તેના અંબાણી પરિવાર સાથે પણ સારા સંબંધો છે.
ઓરી એક કોલેબોરેશનથી 24-42 લાખ કમાય છે ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલ મુજબ, ઓરીએ નેટફ્લિક્સ, બમ્બલ અને ક્રેડિટ જેવી વૈશ્વિક બ્રાન્ડ્સ સાથે કોલેબોરેશન કરે છે. ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ પ્લેટફોર્મ હાઇપઓડિટરના રિસર્ચ સ્પેશયલિસ્ટ નિક બકલાનોવના જણાવ્યા અનુસાર, ઓરી આ કોલેબોરેશન દ્વારા 24 લાખથી 42 લાખ રૂપિયાની કમાણી કરે છે. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ અપલોડ કરવા બદલ, ઓરીને 55,900થી 1,66,000 રૂપિયા મળે છે. એટલું જ નહીં, ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરવા માટે, ઓરી 25 હજાર રૂપિયાથી 83 હજાર 400 રૂપિયા ચાર્જ કરે છે.
એક ઈવેન્ટમાં હાજરી આપવા માટે ઓરી 20-30 લાખ રૂપિયા ચાર્જ કરે છે ‘બિગ બોસ ૧૭’માં ઓરીએ પોતે જણાવ્યું હતું કે, તે એક ઇવેન્ટ માટે 20થી 30 લાખ રૂપિયા ચાર્જ કરે છે. એચટી સિટી સાથેની એક મુલાકાતમાં, ઓરીએ કહ્યું હતું કે, હું આટલી રકમ ઇવેન્ટની કવર ફી તરીકે ચાર્જ કરું છું. કારણ કે જ્યારે કોઈ મને તેની પાર્ટીમાં આમંત્રણ આપે છે, ત્યારે તે ફક્ત એક કલાકારને જ નહીં, પણ મારા જેવા સેલિબ્રિટીને પણ મળે છે. હું લોકોની પાર્ટીઓમાં જાઉં છું અને ત્યાં બધાને એવી રીતે મળું છું જાણે હું તેનો મિત્ર હોઉં.