- Gujarati News
- National
- Banks Will Remain Closed Across The Country On March 24 25, Bank Employees Will Go On Strike
1 કલાક પેહલા
- કૉપી લિંક
યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU)ના જણાવ્યા પ્રમાણે 24 અને 25 માર્ચના રોજ તેમની દેશભરમાં હડતાલ રહેશે. જેના કાણે આ બંને તારીખોમાં બેંક બંધ રહેશે. UFBUએ કહ્યું કે કર્મચારી સંગઠનની મુખ્ય માગ પર ભારતીય બેંક સંઘ (IBA) સાથે વાતચીતમાં કોઈ પોઝિટિવ રિઝલ્ટ મળી શક્યું નથી. IBA સાથે મીટિંગમાં UFBUના સભ્યોએ બધા કેડર્સમાં ભરતી અને 5 ડે વર્ક વીક સહિત અનેક મુદ્દા ઉઠાવ્યા.
નેશનલ કોન્ફેડરેશન ઓફ બેંક એમ્પ્લોયીઝ (NCBE)ના જનરલ સેક્રેટરી એલ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે બેઠક છતાં મુખ્ય મુદ્દાઓ વણઉકેલાયેલા રહે છે. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ એ 9 બેંક કર્મચારી યુનિયનોનું છત્ર સંગઠન છે. UFBU એ અગાઉ પણ હડતાળની જાહેરાત કરી હતી. આ માંગણીઓમાં જાહેર ક્ષેત્રની બેંકોમાં કર્મચારીઓ અને અધિકારી ડિરેક્ટરની જગ્યાઓ ભરવાનો પણ સમાવેશ થાય છે.

યુનિયની માગમાં શું-શું સામેલ છે જાહેર ક્ષેત્રની બેંકોમાં કામદારો અને અધિકારી નિર્દેશકોની જગ્યાઓ ભરવામાં આવે તેવી મુખ્ય માંગ હતી. યુએફબીયુ દ્વારા જાહેર ક્ષેત્રની બેંકોના માઇક્રો મેનેજમેન્ટનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અન્ય માંગણીઓમાં આઈબીએ સાથેના બાકી રહેલા મુદ્દાઓને ઉકેલવા અને ગ્રેચ્યુઈટી એક્ટમાં સુધારો કરીને મર્યાદા વધારીને રૂ.25 લાખ કરવી, તેને સરકારી કર્મચારીઓ માટેની યોજના સાથે જોડવી અને આવકવેરામાંથી મુક્તિ મેળવવાનો સમાવેશ થાય છે.
બેંક સેવાઓ પ્રભાવિત થઈ શકે છે UFBUની અન્ય માંગણીઓમાં ગ્રેચ્યુઇટી એક્ટમાં સુધારો કરીને તેની મર્યાદા 25 લાખ રૂપિયા કરવી, તેને સરકારી કર્મચારીઓ માટેની યોજના સાથે સંરેખિત કરવી અને આવકવેરામાંથી મુક્તિનો સમાવેશ થાય છે. આ ઉપરાંત UFBU ની માંગણીઓમાં IBA સાથેના પડતર મુદ્દાઓનું નિરાકરણ પણ સામેલ છે. અગાઉ પણ UFBWU એ આ માંગણીઓ પર હડતાળની જાહેરાત કરી હતી. આમાં જાહેર ક્ષેત્રની બેંકોમાં કર્મચારીઓ અને અધિકારી નિર્દેશકોની જગ્યાઓ ભરવાનો સમાવેશ થાય છે. આ હડતાળને કારણે બેંકિંગ સેવાઓ પર અસર પડી શકે છે. ગ્રાહકોને વ્યવહારોમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. IBA અને UFBU વચ્ચે આગળ શું વાટાઘાટો થાય છે અને શું હડતાળ ટાળી શકાય છે તે જોવાનું બાકી છે.