વીસી ફાટકથી રેલવે સ્ટેશન સુધીનો રસ્તો 22 વર્ષ પછી પણ અડીખમ છે જ્યારે નવો જ બનેલો રસ્તો સાવ જર્જરિત
26મીએ મોરબી આવી રહેલા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને કોંગ્રેસે ખરાબ રોડ રસ્તાની હાલતનું નિરીક્ષણ કરવા ખુલ્લો પડકાર ફેંક્યો છે. ખાસ કરીને રોડ રસ્તાની ગુણવતામાં મોટો તફાવત છે.જેમાં મોરબીના વીસી ફાટકથી રેલવે સ્ટેશન સુધીનો રોડ અને વાવડી રોડ વચ્ચે
.
એક રોડ 20 વર્ષ પછી પણ ટકી ગયો છે અને બીજો રોડ 3 વર્ષમાં જ હાડપિંજર બની ગયો છે આથી આ રોડનો તફાવત ખુદ સીએમ ચકાશે તો ઘણી ગેરરીતિ બહાર આવે તેમ છે. મોરબી શહેર કૉંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રોડ-રસ્તાની ગુણવતા અને ઝીરો ટોલરન્સથી ભ્રષ્ટાચાર નાબુદીની વાત કરી રહ્યા છે અને આગામી તારીખ ૨૬ માર્ચના રોજ મોરબી આવી રહ્યા છે. ત્યારે મુખ્યમંત્રીને મોરબી શહેરના વાવડી રોડ અને રેલ્વે સ્ટેશનથી વી.સી. ફાટક સુધીના રોડની મુલાકાત લેવા અમો આમંત્રણ પાઠવીએ છીએ.
આશરે બાવીસ વર્ષ પહેલા બનેલ રેલ્વે સ્ટેશનથી વી.સી. ફાટક સુધીનો જે રોડ બન્યો છે તે આજે પણ કયાંય તુટયો નથી. જે ગુણવતા લાયક છે ત્યારે શહેરનો વાવડી રોડ આશરે આઠ કરોડના ખર્ચે કોરોના સમયે વર્ષ-૨૦૨૦ માં શરૂ થયો અને છ માસની મુદત હતી. જે રોડ બે વર્ષ થયા અધુરો પડયો હતો અને માલ-સામાન ગુણવતાહીન નાખવામાં આવ્યા હતા.