39 મિનિટ પેહલાલેખક: નિખિલ ભટ્ટ
- કૉપી લિંક
વૈશ્વિક સ્તરે સકારાત્મક સંકેતો અને વૈશ્વિક શેરબજારો તેજી નોંધાતા આજે સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારની શરુઆત ઉછાળા સાથે થઈ હતી. ટ્રમ્પની ટેરિફ નીતિના અમલીકરણમાં બેકફૂટ તેમજ યુરોપ-યુક્રેન વોર સહિતના જિઓ-પોલિટિકલ ક્રાઇસિસમાં રાહત તેમજ અમેરિકા અને ભારતમાં ફુગાવામાં રાહતના કારણે વ્યાજના દરો ઘટવાની શક્યતામાં વધારો થતા આજે ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ જોવા મળ્યો હતો. અમેરિકામાં ફુગાવાનો આંક ઘટીને આવતાં અને ટ્રમ્પ એક તરફ વિશ્વને વેપાર યુદ્વમાં ઝઝુંમતું રાખીને કેનેડાથી થતી મેટલની આયાત પર બમણી 50% ટેરિફ લાદીને આક્રમકતા બતાવ્યા સામે બીજી તરફ યુક્રેન મામલે યુદ્વ વિરામ કરાવવા ઝેલેન્સ્કીને મનાવી લેવામાં સફળ થયા હોઈ જીઓપોલિટીકલ ટેન્શન હળવું થવાના પોઝિટીવ સંકેત સાથે ચીનના રિટેલ વેચાણો વધ્યા હોવાના અહેવાલ વચ્ચે એશિયન બજારોમાં તેજી સાથે આજે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, વૈશ્વિક સ્તરે ડોલર ઈન્ડેક્સ તથા બોન્ડ યીલ્ડમાં ઉછાળો નોંધાતા રૂપિયાના મૂલ્યમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે અમેરિકા દ્વારા ટેરીફ લદાતાં કેનેડા દ્વારા અમેરિકામાં મોકલવામાં આવતા ક્રૂડતેલની સપ્લાય ઘટાડાશે એવા અહેવાલોએ ક્રુડ ઓઈલના ભાવોમાં ઉછાળો જોવા મળ્યો હતો.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.77% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.02% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર રિયલ્ટી, એફએમસીજી અને ટેલિકોમ્યુનિકેશન શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4241 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 2507 અને વધનારની સંખ્યા 1605 રહી હતી, 129 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 8 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 14 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં બજાજ ફિનસર્વ 3.59%, મહિન્દ્રા & મહિન્દ્રા 2.41%, એકસિસ બેન્ક 2.36%, બજાજ ફાઈનાન્સ 1.91%, અદાણી પોર્ટ 1.63%, આઈસીઆઈસીઆઈ બેન્ક 1.45%, સન ફાર્મા 1.26%, ઝોમેટો લી. 1.22% અલ્ટ્રાટેક સિમેન્ટ 1.07% વધ્યા હતા, જયારે આઈટીસી લી. 0.98%, નેસ્લે ઇન્ડિયા 0.76%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા 0.69%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 0.56%, એશિયન પેઈન્ટ 0.50%, ટીસીએસ લી. 0.43%, હિન્દુસ્તાન યુનીલીવર 0.22%, પાવર ગ્રીડ કોર્પોરેશન 0.19% અને લાર્સેન લી. 0.17% ઘટ્યા હતા.
નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ...
⦁ નિફ્ટી ફ્યુચર બંધ :- ( 22584 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 22404 પોઈન્ટના પ્રથમ અને 22272 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 22636 પોઈન્ટ થી 22707 પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં 22404 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ… ⦁ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 48485 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 48272 પોઈન્ટ પ્રથમ અને 48008 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 48636 પોઈન્ટ થી 48737 પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં 48808 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ ⦁ મુથુત ફાઈનાન્સ ( 2298 ) :- મુથુત ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.2260 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.2230 ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.2313 થી રૂ.2320 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.2337 ઉપર તેજી તરફી ધ્યાન…!! ⦁ લુપિન લિ. ( 1996 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1970 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1944 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.2013 થી રૂ.2020 ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!! ⦁ ભારતી એરટેલ ( 1640 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેલિકોમ – સેલ્યુલર એન્ડ ફિક્સ્ડ લાઇન સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.1676 આસપાસ વેચવાલી થકી રૂ.1616 થી રૂ.1606 ના નીચા મથાળે ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1700 નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!! ⦁ એચસીએલ ટેક્નોલોજી ( 1546 ) :- રૂ.1580 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1594 ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.1527 થી રૂ.1508 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1606 ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
બજારની ભાવિ દિશા…. વિશ્વને ટેરિફ, રેસિપ્રોકલ ટેરિફ અને તેના પગલે ઊભા થઇ રહેલા વિવાદોથી અમેરિકાનાં બજારોમાં સતત પીછહઠ જોવા મળી રહી છે, જે અમેરિકામાં મંદીનો સંકેત આપી રહ્યા છે. ભારત સરકારના પ્રતિનિધિ ફરી અમેરિકા જશે અને ટેરિફના મુદ્દે ચર્ચા કરશે. અમેરિકા ફર્સ્ટની વાત ભારપૂર્વક કર્યા કરતા પ્રમુખ ટ્રમ્પ બહુ બાંધછોડ કરે તેવું દેખાતું નથી, છતાં બીજી એપ્રિલ સુધી ભારત પ્રયાસો કર્યા કરશે. છૂટક બજારમાં મળતી ચીજોના ભાવોમાં થયેલો વધારો, વિદેશી રોકાણકારોની પીછેહઠ, તૂટતો રૂપિયો અને ટ્રમ્પનું ટેરિફ શસ્ત્ર વગેરે મુદ્દાઓ ચિંતા ઉભી કરી રહ્યા છે.
વિદેશી રોકાણો પર નજર કરીએ તો ચાલું માસમાં વિદેશી રોકાણકારોએ 21231 કરોડથી વધુ પાછા ખેંચ્યા છે, તો સ્થાનિક રોકાણકારોએ 26450 કરોડથી વધુનું રોકાણ કર્યું છે. સ્થાનિક રોકાણકારોના કારણે બજાર થોડી સ્થિરતા પ્રાપ્ત કરી શક્યું છે. કોર્પેરેટ કંપનીઓના આવકના આંકડા બહાર આવશે ત્યારે થોડી વધારે સ્થિરતા જોવા મળશે એવી અપેક્ષા રાખી શકાય. સરકારે તૂટતા રૂપિયાના સ્થિર કરવા અનેક પ્રયાસો કર્યા છે, જો કે ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ વોરના કરને હજુ અનિશ્ચિત કાયમ છે તેથી આગામી દિવસોમાં દરેક ઉછાળે સાવચેતી રાખવી જરૂરી બની રહેશે.