તેલ અવીવ20 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઇઝરાયલે ગાઝામાં ફરી હુમલા શરૂ કર્યા છે. ઇઝરાયલ સંરક્ષણ દળોના જણાવ્યા અનુસાર વાયુસેના ગાઝામાં હમાસના ઠેકાણાઓ પર હવાઈ હુમલા કરી રહી છે. ટાઈમ્સ ઓફ ઈઝરાયલ અનુસાર, આ હુમલાઓમાં અત્યાર સુધીમાં 130 લોકો માર્યા ગયા છે. 300થી વધુ ઘાયલ થયા છે.
19 જાન્યુઆરીએ ઇઝરાયલ-હમાસ યુદ્ધવિરામ શરૂ થયા પછી ગાઝામાં ઇઝરાયલનો આ સૌથી મોટો હુમલો છે. ઇઝરાયલી સૈન્યનું કહેવું છે કે તેઓ હુમલાની યોજના બનાવી રહેલા આતંકવાદીઓને નિશાન બનાવી રહ્યા હતા.
ઇઝરાયલે છેલ્લા બે અઠવાડિયાથી ગાઝામાં ખોરાક, દવા, બળતણ અને અન્ય પુરવઠાના પ્રવાહને અવરોધિત કર્યો છે અને હમાસને યુદ્ધવિરામ કરારમાં ફેરફારો સ્વીકારવાની માગ કરી છે.

ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે.

ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, મૃત્યુઆંક વધુ વધી શકે છે.
હમાસે તેને યુદ્ધવિરામનું ઉલ્લંઘન ગણાવ્યું
હમાસે ઇઝરાયલી હવાઈ હુમલાઓને યુદ્ધવિરામનું ઉલ્લંઘન ગણાવ્યું છે. હમાસે ધમકી આપી છે કે ઇઝરાયલના આ પગલાને કારણે તેના બંધકો જોખમમાં છે અને આ માટે ઇઝરાયલી સરકારને જવાબદાર ઠેરવી છે. હમાસે કહ્યું કે ઇઝરાયલે કોઈપણ ઉશ્કેરણી વિના હુમલાઓ કર્યા હતા.
ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે તેમણે આ હુમલા એટલા માટે કર્યા કારણ કે યુદ્ધવિરામ વાટાઘાટો આગળ વધી રહી ન હતી. નેતન્યાહૂએ ઘણી વખત ફરીથી યુદ્ધ શરૂ કરવાની ધમકી આપી છે.
યુદ્ધવિરામના પહેલા તબક્કામાં 33 ઇઝરાયલી બંધકોને મુક્ત કરાયા
યુદ્ધવિરામનો પહેલો તબક્કો 1 માર્ચના રોજ સમાપ્ત થયો. પ્રથમ તબક્કામાં, હમાસે 8 મૃતદેહો સહિત 33 બંધકોને મુક્ત કર્યા છે. આ દરમિયાન ઇઝરાયલે 2,000 થી વધુ પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કર્યા છે. ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામના બીજા તબક્કાની વાતચીત હજુ શરૂ થઈ નથી.
આ તબક્કામાં લગભગ 60 બંધકોને મુક્ત કરવાના હતા. ઉપરાંત, યુદ્ધને સંપૂર્ણપણે સમાપ્ત કરવા પર ચર્ચા થવાની હતી.
યુદ્ધવિરામ કરાર ત્રણ તબક્કામાં પૂર્ણ થવાનો છે
ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે કેદીઓના વિનિમય માટેનો આ સોદો ત્રણ તબક્કામાં પૂર્ણ થશે. આમાં, 42 દિવસ માટે બંધકોની આપ-લે કરવામાં આવશે.
પ્રથમ તબક્કો:
- 19 જાન્યુઆરીથી 1 માર્ચ સુધી ગાઝામાં સંપૂર્ણ યુદ્ધવિરામ હતો. હમાસે 33 ઇઝરાયલી બંધકોને મુક્ત કર્યા. ઇઝરાયલ દરરોજ પોતાના એક બંધકના બદલામાં 33 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરશે. દરેક ઇઝરાયલી મહિલા સૈનિક માટે, 50 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવામાં આવશે.
બીજો તબક્કો:
- એવું કહેવામાં આવ્યું હતું કે જો પહેલા તબક્કાના 16મા દિવસ સુધી એટલે કે 3 ફેબ્રુઆરી સુધી બધું બરાબર રહ્યું, તો બીજા તબક્કાની યોજના પર ચર્ચા શરૂ થશે. આ સમય દરમિયાન કોઈ હુમલો થશે નહીં. બાકીના જે બંધકો જીવિત છે તેમને મુક્ત કરવામાં આવશે. જોકે, હજુ સુધી વાટાઘાટો શરૂ થઈ નથી.
- ઇઝરાયલ 1,000 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરશે, જેમાંથી લગભગ 190 કેદીઓને 15 વર્ષથી વધુ સમયથી સજા ફટકારવામાં આવી છે.
ત્રીજો તબક્કો:
- આ સોદાના છેલ્લા તબક્કામાં ગાઝાનું પુનર્વસન કરવામાં આવશે. આમાં 3 થી 5 વર્ષ લાગશે. હમાસની કેદમાં માર્યા ગયેલા બંધકોના મૃતદેહો પણ ઇઝરાયલને સોંપવામાં આવશે.