શાંત અને સહનશીલ વૃત્તિ ધરાવતું ગુજરાત છેલ્લા ઘણા સમયથી પોતાની ક્રાઇમ ઘટનાઓને કારણે દેશ-દુનિયામાં કુખ્યાત થઈ રહ્યું છે. નવરાત્રિમાં બળાત્કાર, નાની ભૂલકા જેવી બાળકીઓ પર રેપ, મર્ડર, રેપ વિથ મર્ડર, લૂંટફાટ, જાહેરમાં મારામારી જેવી ઘટનાઓએ ગુજરાતને શર્મસાર
.
ઘટનાની ગંભીરતા અને ગુજરાતીઓના ફફડાટની સાથે સંભવિત હાઇકમાન્ડની લાલ આંખને જોતા હવે જાણે કે ગૃહ રાજ્યમંત્રી ભર ઊંઘમાંથી જાગી ગયા હોય તેમ તાબડતોડ બેઠકોનો દોર કરી એકદમ જ ગુજરાતની કાયદો-વ્યવસ્થા યોગ્ય કરવા લાગી ગયા હોય તેમ લાગે છે.
DGPએ રાજ્યના CP અને SP સાથે બેઠક કરી, 100 કલાકમાં ગુંડાતત્ત્વોની યાદી તૈયાર કરી પાસા અને તડીપારની કાર્યવાહી કરવા આદેશ કર્યા છે તો હર્ષ સંઘવીએ પણ આ કામગીરીની સમીક્ષા કરવા ગાંધીનગર ખાતે ગઇકાલે(17 માર્ચ) સાંજે 4 વાગ્યે મહત્વપૂર્ણ બેઠક કરી હતી.
આ તમામ વાતો વચ્ચે એક વાત ઉડીને આંખે વળગે એવી એ છે કે ગુજરાતને શર્મસાર કરતી મોટાભાગની ક્રાઇમ ઘટનામાં ગુનેગાર પરપ્રાંતીય છે. તેઓ રોજગાર અર્થે ગુજરાતના મોટા શહેરો સુરત, વડોદરા અને અમદાવાદમાં સ્થાયી થયા છે અને ત્યાં તેઓ કોઇને કોઇ ક્રાઇમ ઘટનાઓ સાથે સંકળાયેલા હોવાનું સમયાંતરે સામે આવતું જોવા મળે છે. જેમાં સુરત અને અમદાવાદના અમુક ખાસ વિસ્તાર આ સમસ્યાથી વધારે પીડિત હોવાનું જોવા મળી રહ્યું છે.
તો આવો હવે સૌપ્રથમ આપણે એ જાણીએ કે ભાજપના ધારાસભ્યએ શું કહ્યું?
જ્યાં પરપ્રાંતીઓ વધુ છે ત્યાં જ બનાવો બને છે’ અમદાવાદ શહેરમાં કથળી રહેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈ દિવ્ય ભાસ્કરે શહેરના 13 ભાજપના અને 2 કોંગ્રેસના ધારાસભ્ય મળીને કુલ 15 ધારાસભ્ય સાથે વાત કરી હતી, જેમાં ભાજપના 4 અને કોંગ્રેસના 1 ધારાસભ્યએ જવાબ આપ્યો નહોતો.
પ્રજામાં પોલીસનો ડર જ રહ્યો નથી ભાજપના ધારાસભ્ય હર્ષદ પટેલ અને હસમુખ પટેલે કહ્યું, જ્યાં પરપ્રાંતીઓ વધુ છે ત્યાં બનાવો બને છે તેમજ કૌશિક જૈન અને હર્ષદ પટેલે તો કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે જ સવાલ ઉઠાવ્યો અને કહ્યું હતું કે પ્રજામાં પોલીસનો ડર જ રહ્યો નથી. વાંચો સંપૂર્ણ સમાચાર

તો આવો હવે એ ઘટનાઓ વિશે જાણીએ કે જેનાથી એ સાબિત થઈ રહ્યું છે કે જ્યાં પરપ્રાંતીઓ વધુ છે ત્યાં જ ક્રાઇમની ઘટનાઓ વધારે બને છે.
શું આ અમદાવાદમાં રહેવું સુરક્ષિત છે હવે?

અમદાવાદમાં એક તરફ હોલિકાદહન માટે પરિવારજનો ઘરની બહાર નીકળ્યાં હતાં તે સમયે વસ્ત્રાલ વિસ્તારમાં ગુનેગારો બેફામ બનીને રસ્તા પર ઊતરી આવ્યા હતા. જાણે કોઈને ડર ન હોય તેમ તેઓ હથિયારો લઈને નીકળી પડ્યા અને જે સામે આવ્યા તેને માર માર્યો. દુકાનો, વાહનોમાં તોડફોડની સાથે જે સામે મળ્યા તે બધાને રીતસરના માર્યા. મળતી માહિતી મુજબ જૂની અદાવતમાં પંકજ ભાવસાર અને સંગ્રામ નામના લોકોની ગેંગ એકબીજાને મારવા ફરતી હતી. તે દરમિયાન એકબીજાની ગેંગના લોકો ના મળતા જે સામે મળ્યા તે બધાને આ લુખ્ખાઓએ માર્યા છે. આ મામલે પોલીસે 14 લોકોની ધરપકડ કરી હતી જેમાંથી 13 આરોપીઓ પરપ્રાંતીય છે. વાંચો સંપૂર્ણ સમાચાર
વસ્ત્રાલમાં આતંક મચાવનારા આરોપીઓ 1. આયુષ રાજપૂત 2. અલકેશ યાદવ 3. શ્યામ કામલે 4. રાજવીરસિંહ બિહોલા 5. રોહિત સોનવણે 6. અલદીપ મૌર્ય 7. પ્રદીપ તિવારી 8. મયુર મરાઠી 9. અંકિત રાજપૂત 10. દીપક કુશવાહ 11. પંકજ 12. વિકાસ પરિહાર 13. નિખિલ ચૌહાણ
સુરતની છ વર્ષની માસૂમ દર્દથી કણસતી રહી

14 માર્ચની રાત્રે અપહરણ અને દુષ્કર્મનો ભોગ બનેલી માસૂમ બાળકી લોહીલુહાણ હાલતમાં સુરતની મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ બાળકીની તપાસ કરી દુષ્કર્મ થયું હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ બાળકીને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી હતી. બાળકીના પ્રાઈવેટ પાર્ટમાંથી સતત બ્લીડિંગ થઈ રહ્યું હતું જેના કારણે 25 જેટલા ટાંકા લગાવવામાં આવ્યા હતા. આ પહેલાં અસહ્ય પીડા વચ્ચે બાળકીએ આરોપીની દરેક વિગત પોલીસને આપી હતી. જેના કારણે પોલીસ માત્ર 8 કલાકમાં આરોપી સુધી પહોંચી અને તેને પકડવામાં સફળ રહી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર
કતારગામમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો આરોપી 1. અજય વર્મા
છઠ્ઠા નોરતે માંગરોળના બોરસરામાં ગેંગરેપ

સુરત જિલ્લાના માંગરોળના બોરસરા ગામે 8 ઓક્ટોબરે (છઠ્ઠા નોરતે) 3 નરાધમે પહેલા સગીરાના મિત્રને માર મારીને ભગાડી મૂક્યો હતો. ત્યાર બાદ વારાફરતી સગીરાને પીંખી નાખી હતી. આ અંગે પીડિતાના મિત્રએ જાણ કરતાં ગ્રામજનોએ પહોંચી અર્ધનગ્ન હાલતમાં સગીરાને હોસ્પિટલ પહોંચાડી હતી. આ નરાધમો દુષ્કર્મ બાદ પીડિતા અને તેના મિત્રનો મોબાઇલ પણ લઇ ગયા હતા.
માંગરોળ ગેંગરેપના આરોપી 1. મુન્ના કરબલી પાસવાન 2. રામ સજીવન (રાજુ) 3. શિવશંકર ઉર્ફે દયાશંકર ચૌરસિયા(ટ્રાયલ દરમિયાન મોત)
ત્રણ આરોપીમાં એકનું મોત, બે કસૂરવાર જાહેર આ ગેંગરેપ કેસમાં કુલ ત્રણ આરોપી હતા, જેમાં મુન્ના કરબલી પાસવાન, રામ સજીવન (રાજુ) અને શિવશંકર ઉર્ફે દયાશંકર ચૌરસિયાને પોલીસે ઝડપી લીધા હતા, જોકે ટ્રાયલ દરમિયાન બીમારી સબબ શિવશંકરનું મોત થતાં કોર્ટેમાં અન્ય બે આરોપી સામે ટ્રાયલ ચાલી હતી. એમાં સાક્ષીઓની જુબાની અને સાંયોગિક પુરાવાઓને ધ્યાનમાં રાખી કોર્ટે બંનેને કસૂરવાર ઠેરવ્યા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર
વડોદરામાં 3 નરાધમે તેના મિત્રને ગોંધી સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું

નવરાત્રિના બીજા નોરતે સગીરા પર ગેંગરેપ કરનાર સંસ્કારી નગરીના રાક્ષસોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. ત્રણેય આરોપી ઉત્તરપ્રદેશના હોવાનું સામે આવ્યું હતું. 1100 CCTV, ચશ્માં અને એક ફોન કોલે પોલીસને આરોપી સુધી પહોંચાડ્યા હતા. ધરપકડ બાદ આરોપીઓ લંગડાતાં-લંગડાતાં મેડિકલ ચેકઅપ માટે પહોંચ્યા હતા. ગરબા રમવા નીકળેલી 16 વર્ષની સગીરા તેના મિત્ર સાથે વડોદરાના ભાયલી-બીલ રોડ વિસ્તારમાં બેઠી હતી, ત્યારે 3 નરાધમે તેના મિત્રને ગોંધી સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. તો આ મામલે મુસ્લિમ સમાજે પણ આરોપીઓને જાહેરમાં ફાંસીની માગ કરી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર
વડોદરા ગેંગરેપના આરોપી 1. મુન્ના અબ્બાસ બનજારા 2. મુમતાજ ઉર્ફે આફતાબ સૂબેદાર બનજારા 3. શાહરુખ કિસ્મતઅલી બનજારા
સુરતના પુણામાં લૂંટ વીથ ગેંગરેપ

સુરતના પુણા વિસ્તારમાં અંદાજિત એક મહિના પહેલાં એક ગેંગરેપ વિથ રોબરીની ઘટના બની હતી. જેમાં પતિ-પત્ની બંને ઘરમાં હાજર હતા ત્યારે રાત્રે 3 વાગ્યા આસપાસ બંને અજાણ્યા શખ્સો ઘરે ઘૂસી આવ્યા હતા અને ચપ્પુની અણીએ પતિને બંધક બનાવી લીધો હતો. નીચે પતિને બંધક રાખ્યો હતો અને ધાબા પર પત્નીને લઈ ગયા હતા અને બંને યુવકોએ વારાફરતી ગેંગરેપ આચર્યું હતું. આ સાથે જ જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. આ મામલે બાદમાં પોલીસે એક પરપ્રાંતીય આરોપીની ધરપકડ કરી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર
પુણા લૂંટ વિથ ગેંગરેપના આરોપી 1. દિનેશ ઉર્ફે છોટુ રામખિલાડી યાદવ 2. નિકુંજ ઉર્ફે ડઠ્ઠર ઉર્ફે બુલેટ ચકુર ભીંગરાડિયા
ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મ

16 ડિસેમ્બર 2024નો એ દિવસ ઝારખંડનો એ પરિવાર ક્યારેય નહીં ભૂલે… જ્યારે પરિવાર પોતાના કામ અર્થે બહાર ગયો અને એકલતાનો લાભ ઉઠાવી હેવાન તેમની 10 વર્ષની બાળકીનું અપહરણ કર્યું અને નિર્જન સ્થળે લઈ જઈ પીંખી નાખી… ત્યારે આ ઘટનાએ 12 વર્ષ પહેલાં 16 ડિસેમ્બર 2012ના દિલ્હીમાં બનેલા નિર્ભયાકાંડની યાદને તાજી કરી દીધી છે. હેવાન વિજય પાસવાને બાળકી પર એટલી હદે ક્રૂરતા આચરી હતી કે ભરૂચની હોસ્પિટલમાં બાળકીની એકવાર તો સર્જરી કરવામાં આવી હતી, પરંતુ એ સક્સેસ ન જતાં વડોદરાની હોસ્પિટલમાં તેની ફરી સર્જરી કરવી પડી હતી. અને આખરે તે જિંદગી સામેનો જંગ હારી ગઈ હતી. વાંચો સંપૂર્ણ સમાચાર
ભરૂચ બાળકી પર દુષ્કર્મ 1. વિજય પાસવાન
શીલજમાં અમાનુષી ગેંગરેપ

અમદાવાદના શિલજમાં આવેલા સાફલ્ય રીનોન નામના એપાર્ટમેન્ટમાં સિક્યોરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા ત્રણ પંજાબના વ્યક્તિ અને અન્ય બે લોકોએ રાતના સમયે એક ફ્લેટમાં લૂંટના ઇરાદે ઘુસી જઇને મકાન માલિક મહિલા સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો અને તેને ત્યાં ઘરઘાટી તરીકે કામ કરતી 19 વર્ષીય યુવતી પર ગેંગરેપ કર્યો હતો. તે પછી લૂંટનો મુદ્દામાલ અને કાર લઇને નાસી ગયા હતા. જો કે અમદાવાદ ગ્રામ્ય પોલીસે બનાસકાંઠા પોલીસ સાથે સંકલન કરીને આરોપીઓ ગુજરાતની બહાર નાસી જાય તે પહેલા જ મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ કેસમાં પાંચેય આરોપીઓ પરપ્રાંતીય હતા. વાંચો સંપૂર્ણ સમાચાર
શીલજમાં લૂંટ વિથ ગેંગરેપ 1. અમૃતપાલસિંહ ઉર્ફે ગોલ્ડી નિર્મલસિંહ 2. મનજિતસિંહ ઉર્ફેઅજય જગજિતસિંહ 3. રાહુલસિંહ વિનોદસિંહ બંસીલાલ 4. હરિઓમ ઉર્ફે લાલજી કોમલસિંહ જયસિંહ ઠાકુર 5. સુખવિંદર ઉર્ફે આકાશ જગજિતસિંહ
સુરતમાં ફ્રેન્ચ ફ્રાઇઝનો ઝઘડો હત્યા સુધી પહોંચ્યો સુરત શહેરના પોશ વિસ્તારમાં ડુમસ રોડ પર આવેલા વીઆર મોલ સામે એક હત્યાના બનાવે શહેરમાં ચકચાર મચાવી હતી. શિવલ કિચન હોટલમાં કામ કરનારા વેઇટર અવિનાશ સિંહાએ પોતાના સહકર્મી અભિષેક વિષ્ણુશંકર તિવારી પર ફ્રેન્ચ ફ્રાઈઝના ઓર્ડરને લઇને શરૂ થયેલા વિવાદના કારણે જીવલેણ હુમલો કર્યો હતો. છાતી અને મોઢા પર હથિયારના ઘા વાગતા અભિષેકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બાદમાં પોલીસે આરોપી અવિનાશને ઝડપી લીધો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર
સુરતમાં હત્યા 1. અવિનાશ સિંહા
બોપલ 73 લાખ જ્વેલર્સ લૂંટ કેસ અમદાવાદના બોપલના કનકપુરા જ્વેલર્સમાંથી રૂ.73.10 લાખની લૂંટ કરનાર 4 લુટારુને પોલીસે યુપીથી ઝડપી પાડ્યા હતા. આરોપીઓ 3 મહિના સુધી જ્વેલર્સની રેકી કર્યા બાદ લૂંટ ચલાવી ભાગી ગયા હતા. આરોપીની તપાસમાં લાગેલા બોપલ પોલીસ, લોકલ ક્રાઈમ બ્રાંચના કાફલાએ 300થી વધુ સીસીટીવી કેમેરા ચેક કરી આરોપીઓની ઓળખ કરતા, તેઓ સિક્યુરિટી ગાર્ડ તરીકે બોપલની જુદી-જુદી સોસાયટીમાં નોકરી કરતા હતા. પોલીસે જુદા-જુદા સિક્યુરિટી ગાર્ડની પૂછપરછ કરી પગેરું મેળવ્યું હતું. પોલીસ ટીમે ઉત્તરપ્રદેશ જઇ ગાઝિયાબાદ, હાપુર, ફરૂખાબા, અલીગઢ અને નોઈડામાં સર્ચ કરી ચારેય આરોપીને ઝડપી પાડ્યા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર
બોપલ જ્વેલર્સ લૂંટ કેસ 1. બીરેન્દ્ર ખટિક 2. જાવેદ ઉર્ફે પતરી રાંગડ 3. અમરસિંહ જાટબ 4. જોતસિંગ દિવાકર (ઉં.35 રહે. યુપી)
પલસાણામાં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનાર ઝડપાયો સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં એક 4 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મનો બનાવ બન્યો હતો. શ્રમજીવી પરિવારની બાળકી તેના ઘરની બહાર રમી રહી હતી. આરોપી બાળકીને લાલચ આપીને પોતાના રૂમ પર લઈ ગયો હતો, જે બાળકીના ઘરથી માત્ર 500 મીટર દૂર હતું. આરોપીએ બાળકી સાથે અડધા કલાક સુધી દુષ્કર્મ આચર્યું અને પછી તેને અન્ય એક ગલીમાં છોડી દીધી હતી. આ મામલે સુરત જિલ્લા એલસીબી અને કડોદરા પોલીસની ટીમે સીસીટીવી ફૂટેજના આધારે 41 વર્ષીય આરોપી રાજુભાઈ બાળકુભાઈ સિરસાઠને ઝડપી પાડ્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર
પલસાણા બાળકી સાથે દુષ્કર્મનો આરોપી 1. રાજુભાઈ બાળકુભાઈ સિરસાઠ