મુંબઈ5 મિનિટ પેહલા
- કૉપી લિંક
આજે એટલે કે 18 માર્ચે શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 900 પોઈન્ટથી વધુની તેજી સાથે 75,000ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. તેમજ, નિફ્ટીમાં પણ 200 પોઈન્ટથી વધુની તેજી છે, તે 22,750ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે.
શરૂઆતના કારોબાર દરમિયાન, સેન્સેક્સના 30માંથી 28 શેરોમાં તેજી જોવા મળી રહ્યોહી છે જ્યારે 2 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે, બેંકિંગ, ઓટો અને FMCG શેરમાં વધારો છે.

ગ્લોબલ માર્કેટમાં તેજી
- એશિયન બજારોમાં, જાપાનનો નિક્કેઈ 1.46%, હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 1.75% અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.066% વધ્યો છે.
- 17 માર્ચે વિદેશી રોકાણકારો (FII) એ 4,488 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. આ દરમિયાન, સ્થાનિક રોકાણકારો (DII) એ 6,000 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા.
- 17માર્ચે, અમેરિકાનો ડાઓ જોન્સ 0.85% વધીને 41,841 પર બંધ થયો. નેસ્ડેક કમ્પોઝિટ 0.31% અને S&P 500 ઇન્ડેક્સ 0.64% વધ્યો.
20 માર્ચે એરિસઇન્ફ્રા સોલ્યુશન્સનો IPO ખુલશે એરિસઇન્ફ્રા સોલ્યુશન્સ લિમિટેડનો ઈનિશિયલ પબ્લિક ઓફર એટલે કે IPO 20 માર્ચે ખુલશે. રોકાણકારો 25 માર્ચ સુધી આ ઇશ્યૂ માટે બોલી લગાવી શકશે. કંપનીના શેર 28 માર્ચે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર લિસ્ટેડ થશે.
સોમવારે શેરબજારમાં તેજી જોવા મળી હતી
અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસે એટલે કે સોમવાર (17 માર્ચ)ના રોજ, સેન્સેક્સ 361 પોઈન્ટના વધારા સાથે 74,190 પર બંધ થયો. નિફ્ટી 111 પોઈન્ટ વધીને 22,508 પર બંધ થયો. આજના કારોબારમાં ફાર્મા, બેંક અને ઓટો શેર સૌથી વધુ વધ્યા.
નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ સૌથી વધુ 1.56% વધ્યો. બેંક અને ઓટો શેર પણ લગભગ 1% વધ્યા. રિયલ્ટી, એફએમસીજી અને મીડિયા સેક્ટરમાં લગભગ 0.50%નો ઘટાડો થયો. જ્યારે સેન્સેક્સમાં બજાજ ફિનસર્વ, એમ એન્ડ એમ અને એક્સિસ બેંક ટોપ ગેનર રહ્યા હતા.