સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો માટે રાહતના સમાચાર છે. નર્મદા વિભાગે વલ્લભીપુર કેનાલને આગામી 20 દિવસ સુધી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. લીંબડી તાલુકાના 17 અને લખતરના 4 ગામના ખેડૂતોના હિતમાં આ મહત્વનો નિર્ણય લેવાયો છે. કેનાલ 15 એપ્રિલથી બંધ થવાની હતી. આન
.
દસાડા-લખતર-લીંબડીના ધારાસભ્ય પી.કે. પરમાર સાથે સાત ગામના ખેડૂતો અને સરપંચોએ ગાંધીનગર જઈને નર્મદા નિગમમાં રજૂઆત કરી હતી. નિગમના ડાયરેક્ટર રાબડિયાએ ખેડૂતોની વેદના સાંભળીને તાત્કાલિક નિર્ણય લીધો. ખેડૂતોની માગણી સ્વીકારાતા તેમનામાં ખુશીની લહેર ફરી વળી છે. ખેડૂતોએ નર્મદા નિગમના ડાયરેક્ટર અને ધારાસભ્ય પી.કે. પરમારનો આભાર માન્યો છે. આ નિર્ણયથી વિસ્તારના ખેડૂતોના પાકને બચાવી શકાશે અને તેમને આર્થિક નુકસાનમાંથી બચાવી શકાશે.