Surat Crime News : છેલ્લા કેટલાક સમયથી વડોદરા સહિત રાજ્યભરમાં છેડતી અને દુષ્કર્મની ઘટનામાં નોંધપાત્ર વધારો થયો છે. રાજ્યમાં ગુનાખોરીનો ગ્રાફ સતત ઉંચકાતો જાય છે. ત્યારે વડોદરાના તરસાલી વિસ્તારમાં શિક્ષણજગત અને ગુરૂ-શિષ્યના સંબંધને લજવતો કિસ્સો સામે આવ્યો છે. વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલા ખાનગી ટ્યુશન ક્લાસમાં જતી અને ધોરણ છ માં ભણતી બાળકી સાથે ટ્યુશન ક્લાસના શિક્ષક દ્વારા અડપલા કરવામાં આવ્યા હતા. જે અંગે બાળકીના માતાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ઇંગ્લીશ મીડીયમમાં ધોરણ છમાં ભણતી 11 વર્ષની બાળકી તરસાલી વિસ્તારમાં આવેલા ટ્યુશન ક્લાસમાં છેલ્લા એક વર્ષથી ભણવા માટે જતી હતી. ત્રણ દિવસ પહેલા ટ્યુશન ક્લાસના શિક્ષક નીતિન દ્વારા આ બાળકી સાથે શારીરિક અડપલા કરવામાં આવ્યા હતા. બાળકીને ખોળામાં બેસાડીને અડપલા કરતા શિક્ષક ના કરતુતોની જાણ બાળકીએ ઘરે આવીને માતાને કરી હતી.
જેથી માતાએ આ અંગે ટ્યુશન ક્લાસ પર જઈને અભયમની ટીમને બોલાવી ક્લાસના સંચાલક મિતેશ પટેલનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ માતાએ આ અંગે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેડતી અને પોકસો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ અંગે બાળકીના પિતાએ વધુમાં જણાવ્યું હતું કે ટ્યુશન ક્લાસના સીસીટીવી પણ બંધ છે.
આ પણ વાંચો: AMCનો મોટો નિર્ણય: બાલવાટિકાથી માંડીને ધોરણ 10 સુધી મળશે વિનામૂલ્યે શિક્ષણ, વાલીઓને મોટી રાહત