અવાજ પ્રદૂષણ ઘટાડવા સરકારની ગાઈડલાઈન હોવા છતાં કેટલાક ડીજે સંચાલકો કાયદાનો ભંગ કરી રહ્યા હતા. ફતેપુરા પોલીસને આ અંગે અનેક ફરિયાદો મળી હતી. પોલીસ એક્શનમાં આવી હતી. ચાર ડીજે વાહનો ડિટેઇન કર્યા હતા.
.
દાહોદ જિલ્લાના આદિવાસી સમાજમાં લગ્ન પ્રસંગે ડીજે અને ફાજલ ખર્ચ ઘટાડવાનો નિર્ણય લેવાયો છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ અંગે એકતા જોવા મળી રહી છે. સરકાર દ્વારા પણ અવાજ પ્રદૂષણ અટકાવવા ડીજે માટે ગાઈડલાઈન નક્કી કરાઈ છે. ફતેપુરા પોલીસ મથકના ઇન્સ્પેક્ટર જે.એમ. ખાંટ અને પીએસઆઈ જે.કે. રાઠોડે ડીજે સંચાલકોને આ ગાઈડલાઈન અંગે સમજાવ્યા હતા. તેમ છતાં કેટલાક ડીજે સંચાલકો કાયદાની પરવા કર્યા વગર ગાઈડલાઈનનો ભંગ કરી રહ્યા હતા.
ફતેપુરા નગર અને તાલુકાના આગેવાનો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસએ તાત્કાલિક કાર્યવાહી કરી. ગાઈડલાઈનનો ભંગ કરનારા ચાર ડીજે વાહનો ડિટેઇન કર્યા. આ પગલાથી ડીજે સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે.