વડોદરા, માનસિક સંતુલન ગુમાવતા જેલમાં તોફાન શરૃ કર્યુ હતું. જેના કારણે પડી જવાથી તેને ઇજા થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
વડોદરા સેન્ટ્રલ જેલમાં એક કેદીને ઇજાઓ થતા તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ દર્દીએ માનસિક સંતુલન ગુમાવતા જાતે જ પડી જવાથી ઇજા પહોંચી હોવાનું જેલના ડીવાય.એસ.પી. એમ.એ. ચૌધરીએ જણાવ્યું છે. આ દર્દીની અગાઉ પાસામાં અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ તે સયાજી હોસ્પિટલમાંથી ભાગી જતા તેની સામે કોર્ટેે વોરંટ ઇશ્યૂ કર્યુ હતું. તે વોરંટના આધારે ગત તા.૧૩ મી એ તેને વડોદરા સેન્ટ્રલ જેલમાં ખસેડવામાં આવ્યો હતો. જેલમાં તેને દવાખાના વોર્ડમાં રાખવામાં આવ્યો હતો. છેલ્લા ૧૮ વર્ષથી તેને દારૃ પીવાની ટેવ હતી. જેલમાં આવ્યા પછી તેને આલ્કોહોલ નહીં મળતા તેણે માનસિક સંતુલન ગુમાવ્યું હતું.