(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,મંગળવાર
રૃપિયા ૫૦ લાખથી વધુુની ટેક્સ ઇફેક્ટના કેસોમાં સરકારે કમ્પાઉન્ડેબલ ઓફેન્સ-આવકવેરાના કાયદા હેઠળના અન્ય કેસો તથા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ તથા સીબીઆઈએ કરેલા કેસો સહિતના કેસો જોડી દેવાની જોગવાઈ દાખલ કરીને ભરવાપાત્ર વેરો ભરી દઈને જેલની સજામાંથી બચવાનો રસ્તો ખોલી આપ્યો છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને સીબીઆઈ દ્વારા કરવામાં આવેલા કેસો પણ આવકવેરા ખાતાના કેસ સાથે જોડી શકાશે અને માફી પણ મેળવી શકાશે. ભૂતકાળમાં ઈડી અને સીબીઆઈના કેસો આવકવેરા ખાતાના અન્ય કેસો સાથે જોડી શકાતા નહોતા. સીબીડીટી દ્વારા હવે માત્ર રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિને લગતા ગુનાઓ સિવાયના તમામ પ્રકારના ગુનાઓના કેસોને કમ્પાઉન્ડેબલ બનાવવામાં આવ્યા છે. કરદાતા કમ્પાઉન્ડિંગ માટે ગમે તેટલીવાર અરજી કરી શકશે. કમ્પાઉન્ડેબલ બનાવવા માટે અગાઉ નક્કી કરવામાં આવેલી ૩૬ માસની મર્યાદાને પણ સીબીડીટીએ હટાવી લીધી છે. ચોક્કસ પ્રકારના કેસોમાં કમ્પાઉન્ડિંગની જોગવાઈનો લાભ લેવા માટે અરજદારે પહેલા સીબીડીટીના ચેરમેનને મંજૂરી મેળવવાની રહેશે.
આવકવેરાના જાણકાર પ્રમોદ પોપટનુ કહેવું છે કે આવકવેરા ધારા હેઠળ તમામ ગુનાઓને કમ્પાઉન્ડેબલ ગણીને બીજા કેસો સાથે જોડી દેવાનો રસ્તો ખોલવામાં આવ્યો છે. આવકવેરા કાયદા હેઠળ ગુનાઓ વધી જાય અને ટેક્સ લાયેબિલીટી રૃ. ૫૦ લાખથી વધારેની હોય તો તેમાં કોર્ટ કાર્યવાહી અને જેલની સજા થવાની શક્યતા પણ રહેલી છે. હવે આ ગુનાઓને એક સાથે જોડી દઈને તેમાંથી મુક્તિ મેળવી શકાશે. હા, તેને માટે કરદાતાએ વેરા પેટે ભરી આપવાની નક્કી કરેલી રકમ ચૂકવવી પડશે. આ રકમ ચૂકવ્યા પછી જ તેને જેલની સજામાંથી મુક્તિ મળી શકશે અથવા તો કોર્ટકાર્યવાહીમાંથી છૂટકારો મળશે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે બહાર પાડેલા એફએક્યુ-ફ્રિક્વન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચનમાં કરવામાં આવેલી સ્પષ્ટતા મુજબ કમ્પાઉન્ડિંગ ઓફેન્સ એક એવી સિસ્ટમ છે કે જેમાં આવકવેરાના ડિફોલ્ટરને ગંભીર રાજકીય પરિણામોમાંથી મુક્તિ અપાવે છે. હા, કરદાતાને સજામાંથી મુક્ત થવા માટે આવકવેરા ખાતાએ કરવેરો જમા કરાવવાની ઊભી કરેલી જવાબદારી પ્રમાણેના નાણાં તેણે જમા કરાવી દેવા પડશે.
કમ્પાઉન્ડેબલ બનાવવા માટે ૩૬ મહિનાની અંદર જ અરજી કરવાની સમય મર્યાદા પણ હટાવી લેવામાં આવી