અમદાવાદ,મંગળવાર,18 માર્ચ,2025
અમદાવાદના મકતમપુરા વોર્ડમાંથી એ.આઈ.એમ.આઈ.એમ.ના કોર્પોરેટર
બનેલા મહંમદઝુબેર પઠાણને ત્રીજુ સંતાન થતાં કોર્પોરેટર પદેથી તેમને ગેરલાયક ઠેરવવા મ્યુનિસિપલ સેક્રેટરી અરુણ પંડયા સમક્ષ
રજૂઆત કરાઈ છે.મ્યુનિસિપલ સેક્રેટરીએ કોર્પોરેટરને આ અંગે સાત દિવસમાં લેખિત
ખુલાસો કરવા જાણ કરી છે.આ કોર્પોરેટરનું પદ જોખમમાં આવી ગયુ છે.આ અંગે
મ્યુનિ.કમિશનર અંતિમ નિર્ણય કરશે એમ સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.
મકતમપુરા વોર્ડમાંથી વર્ષ-૨૦૨૧માં ચૂંટણી લડીને કોર્પોરેટર
બનેલા એ.આઈ.એમ.આઈ.એમ.ના કોર્પોરેટર મહંમદઝુબેર અબ્દુલ મજીદખાન પઠાણને
ઓકટોબર-૨૦૨૪માં ત્રીજુ સંતાન થયું હોવાની પુરાવા સાથેની લેખિત ફરિયાદ મ્યુનિસિપલ
સેક્રેટરીને કરવામાં આવતા રાજકીય વર્તુળોમાં આ બાબત ચર્ચાનો વિષય બનવા પામી છે.આ
અંગે મ્યુનિસિપલ સેક્રેટરીને પુછતાં તેમણે કહયુ,આ અંગે રજૂઆત મળી છે.કોર્પોરેટરને નિયત સમય મર્યાદામાં આ
અંગે લેખિત ખુલાસો કરવા જાણ કરાઈ છે.કોર્પોરેટર તરીકે ડિસ્કવોલીફાય કરવાનો નિર્ણય
લેવાની સત્તા મ્યુનિસિપલ કમિશનર પાસે છે.મ્યુનિસિપલ કોર્પોરેશન જે જી.પી.એમ.સી.એકટ
મુજબ ચાલે છે તેની કલમ-૧૦ની પ્રમાણે,
ગુજરાત સ્થાનિક સત્તામંડળોને લગતા સુધારા અધિનિયમ -૨૦૦૫ મુજબ બે કે તેથી વધુ
સંતાન ધરાવતી હોય તેવી વ્યકિતએ જેટલા બાળકો ધરાવતી હોય તે સંખ્યામાં વધારો ના થાય
ત્યાં સુધી ગેરલાયક ઠેરવી શકાય નહીં.