દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકના બરડા ડુંગર વિસ્તારમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય અને ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિની સૂચના મુજબ ભાણવડ પોલીસે દેશી દારૂની ભઠ્ઠીઓ પર દરોડા પાડ્યા હતા.
.
ભાણવડ પોલીસ મથકના એએસઆઈ કેશુભાઈ ભાટિયા, જેસાભાઈ બેરા અને અજયભાઈ ભારવાડીયાની ટીમે ચોક્કસ બાતમીના આધારે ત્રણ અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા. ધ્રામણીનેસ વિસ્તારમાં રહેતા જયેશ કારા રબારીના ઠેકાણેથી 3,000 લીટર આથો મળી આવ્યો હતો. આ જ વિસ્તારના વજુ ગલ્લા રબારી પાસેથી 2,000 લીટર આથો મળ્યો હતો.
પોલીસે કુલ રૂપિયા સવા લાખની કિંમતનો 5,000 લીટર આથો જપ્ત કર્યો છે. દરોડા દરમિયાન બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે તેમની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરી છે.
