22 મિનિટ પેહલા
- કૉપી લિંક
ટીવી એક્ટ્રેસ પ્રિયંકા ચહર ચૌધરી અને અંકિત ગુપ્તાના અલગ થવાની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે. તાજેતરમાં જ્યારે અંકિતને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે સ્પષ્ટપણે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો. જે બાદ ફેન્સ અનુમાન લગાવી રહ્યા છે કે બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે.
બ્રેકઅપના સમાચાર પર અંકિત ગુપ્તાએ મૌન સેવ્યું બ્રેકઅપની અફવાઓ પર, અંકિતે ઇન્ડિયા ફોરમ્સને કહ્યું, હું આના પર કોઈ કોમેન્ટ કરવા માગતો નથી. અંકિતની આ પ્રતિક્રિયા બાદ ફેન્સ મૂંઝવણમાં મુકાઈ ગયા છે. કારણ કે તેણે તેના બ્રેકઅપના સમાચારની પુષ્ટિ અથવા ખંડન કર્યું નથી.

‘ઉદારિયાં’ ટીવી સીરિયલમાં બંને સાથે જોવા મળ્યાં હતાં પ્રિયંકા અને અંકિતના અલગ થવાનાં સમાચાર ત્યારે આવ્યાં જ્યારે બંનેએ એકબીજાને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા હતાં. જોકે, બંનેએ હજુ સુધી એકબીજા સાથેના ફોટા અને વીડિયો ડિલીટ કર્યા નથી. પ્રિયંકા અને અંકિત ઘણા વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. બંને વચ્ચેનો સંબંધ ટીવી સીરિયલ ઉદારિયાંથી શરૂ થયો હતો. આ સિરિયલનો પહેલો એપિસોડ વર્ષ 2021માં આવ્યો હતો.

‘બિગ બોસ’ની સીઝન 16માં પણ દેખાયાં હતાં આ ઉપરાંત પ્રિયંકા અને અંકિત રિયાલિટી શો ‘બિગ બોસ’ની સીઝન 16માં પણ જોવા મળ્યાં હતાં. શોમાં તેમના સંબંધો વિશે પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. પરંતુ બંનેએ સ્પષ્ટપણે આ સંબંધનો ઇનકાર કરી અને એકબીજાને સારા મિત્રો કહ્યા. બંનેએ ક્યારેય પોતાના સંબંધોની પુષ્ટિ કરી નથી.

પ્રિયંકા તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી બ્રેકઅપના સમાચાર પર પ્રિયંકા તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી. બંને ઘણીવાર પાર્ટીઓ અને સામાજિક મેળાવડામાં સાથે જોવા મળ્યાં છે. પરંતુ તાજેતરમાં બંને હોળી પર સાથે જોવા મળ્યાં ન હતાં.

‘તેરે હો જાયેં હમ’ શોમાં સાથે જોવા મળશે વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, પ્રિયંકા અને અંકિત બંને સરગુન મહેતા અને રવિ દુબેના શો ‘તેરે હો જાયેં હમ’માં સાથે જોવા મળશે. આ શોનું પ્રીમિયર યુટ્યૂબ ચેનલ ડ્રીમિયતા ડ્રામા પર થશે.