વડોદરા જિલ્લા પંચાયત ખાતે આજે નેશનલ હેલ્થ મિશન કરાર આધારિત કર્મચારી મંડળ દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈ વિરોધ નોંધાવ્યો હતો. તેઓની પડતર માંગણી છે કે, તેઓના પગારમાં વિસંગતતા સહિત કેટલાક પડતર માંગણીઓને હકારાત્મક નિર્ણય ન આવતા આજે તેઓ એક દિવસને માસ સીએ
.
આ અંગે નેશનલ હેલ્થ મિશન યુનિયન વડોદરાના પ્રમુખ અક્ષય પરમારે જણાવ્યું હતું કે, અમારી મુખ્ય માંગણી છે કે, અમારે પગારમાં વિસંગતતાઓ છે. જેમાં હાલમાં પાંચ ટકા પગાર વધારો આપે છે, જે પંદર ટકા આપે તે અમારી માંગણી છે. અમારા નેશનલ હેલ્થ મિશન સ્ટાફમાં ઇ.પી.એફ કપાતો નથી, જેમાં 15 હજાર બેઝ પે હોય તેવા કેટલાક કર્મચારીઓનો કપાય છે બાકીનાનો કપાતો નથી.
વધુમાં કહ્યું કે કોવિડ દરમિયાન 130 દિવસ રેગ્યુલર સ્ટાફે કામગીરી કરી છે, તેઓને પગાર ચૂકવવામાં આવે છે જ્યારે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત કામ કરતા કર્મચારીઓને પગાર ચૂકવવામાં આવ્યો નથી. આ સાથે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત નોકરી દરમ્યાન કોઈનું મૃત્યુ થાય છે તો કર્મચારીને બે લાખ રૂપિયા ની સહાય આપવામાં આવે છે, જે સહાય વધારીને દસ લાખ સહાય કરવામાં આવે તેવા અનેક પડતર પ્રશ્નો છે, તે અંગેની રજૂઆત માટે અમે માસ સી.એલ પર ઉતર્યા છે.
વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2016થી અમારી વિવિધ માંગણીઓ અંગે રજૂઆત કરતા આવ્યા છીએ. વડોદરા જિલ્લામાં 300 થી વધુ કર્મચારીઓ છે. અમારે લાસ્ટ વર્ષે પગારમાં વધારો કર્યો હતો, પરંતુ અમુક કેટેગરીઓમાં પગાર વિસંગતતા હોવાના કારણે ગાંધીનગર કક્ષાએ વારંવાર રજૂઆત કરવામાં આવી છે.