41 મિનિટ પેહલા
- કૉપી લિંક
વૈશ્વિક સ્તરે સકારાત્મક સંકેતો અને વૈશ્વિક શેરબજારો ઉછળા તરફી નોંધાતા છેલ્લા પાંચ મહિનામાં શેરોમાં સતત મોટા ધોવાણ બાદ હવે ઓવરસોલ્ડ પોઝિશન સાથે વેલ્યુએશન ખર્ચાળમાંથી પોઝિટીવ બનવા લાગ્યું હોવા સાથે નાણા વર્ષ 2024-25ના અંત પૂર્વે ફંડો દ્વારા શેરોમાં મોટાપાયે ખરીદી કરતાં અને ફોરેન ફંડો – વિદેશી સંસ્થાકીય રોકાણકારો ઘણા દિવસો બાદ શેરોમાં નેટ ખરીદદાર બન્યા સાથે લોકલ ફંડોની શેરોમાં સતત ખરીદી થતાં આજે ભારતીય શેરબજાર સતત ત્રીજા દિવસે ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
એક તરફ ટ્રમ્પની આકરી ટેરિફ નીતિ સામે વિશ્વ એક બનતાં ટ્રમ્પ નરમ પડયાના સંકેત અને બીજી તરફ ફરી ઈઝરાયેલના હમાસ પર હુમલા અને રશીયા પણ યુક્રેન સાથે યુદ્વ અંત માટે આકરી શરતો વચ્ચે ટ્રમ્પ-પુતિન વચ્ચે વટાઘાટ પર નજર સાથે ચાઈનાના સ્ટીમ્યુલસ પેકેજના સંકેત તેમજ વચ્ચે આજે વૈશ્વિક બજારોમાં તેજી સાથે ભારતીય શેરબજારમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, ઈઝરાયલ દ્વારા ગાઝામાં હુમલા વચ્ચે રેડસી વિસ્તારોમાં તણાવ વધતાં ઉપરાંત બોન્ડ યીલ્ડમાં પીછેહટના પગલે ડોલર ઈન્ડેક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે ક્રૂડઓઈલના ભાવમાં ઉછાળો નોંધાયો હતો. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 2.28% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 2.17% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ફોકસ્ડ આઇટી, આઈટી, એફએમસીજી અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4166 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1033 અને વધનારની સંખ્યા 3018 રહી હતી, 115 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 7 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 18 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ટાટા સ્ટીલ 2.52%, ઝોમેટો 2.34%, પાવર ગ્રીડ કોર્પોરેશન 2.27%, અલ્ટ્રાટેક સિમેન્ટ 2.01%, ઇન્ડસઇન્ડ બેન્ક 1.56%, લાર્સેન લી. 1.46%, અદાણી પોર્ટ 1.23%, એનટીપીસી લી. 1.13% અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા 1.09% વધ્યા હતા, જયારે ટેક મહિન્દ્ર 2.43%, ટીસીએસ લી. 1.56%, આઈટીસી લી. 1.55%, ઇન્ફોસિસ લી. 1.38%, મારુતિ સુઝુકી 0.98%, એચસીએલ ટેકનોલોજી 0.96%, સન ફાર્મા 0.87%, નેસ્લે ઇન્ડિયા 0.80% અને કોટક બેન્ક 0.65% ઘટ્યા હતા.
નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
નિફ્ટી ફ્યુચર બંધ :- ( 22972 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 23088 પોઈન્ટના પ્રથમ અને 23188 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 22880 પોઈન્ટ થી 22838 પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં 23088 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 49808 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 49474 પોઈન્ટ પ્રથમ અને 49303 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 49979 પોઈન્ટ થી 50088 પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં 50188 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ ટાટા કોમ્યુનિકેશન્સ ( 1564 ) :- ટેલિકોમ – સેલ્યુલર એન્ડ ફિક્સ્ડ લાઇન સર્વિસ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.1577 થી રૂ.1590 ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.1517 નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!! મહાનગર ગેસ ( 1338 ) :- રૂ.10 ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.1288 સ્ટોપલોસ આસપાસ LPG/CNG/PNG/LNG સપ્લાયર સેક્ટરનો આ સ્ટોકમાં તેજી તરફી રૂ.1353 થી રૂ.1360 આસપાસ ભાવ દર્શાવે તેવી સંભાવના છે.
એચસીએલ ટેક્નોલોજી ( 1550 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર એન્ડ કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.1588 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.1533 થી રૂ.1517 ના ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1608 નો સ્ટોપલોસ ધ્યાને લેવો.
સિપ્લા લિ. ( 1503 ) :- રૂ.1537 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1544 ના સ્ટોપલોસે આ સ્ટોક રૂ.1488 થી રૂ.1470 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1550 ઉપર તેજી તરફી ધ્યાને લેશો.
બજારની ભાવિ દિશા…. મિત્રો, સેકન્ડરી બજારની મંદીને પરિણામે રિટેલ રોકાણકારોનો પ્રાઈમરી માકેટમાંથી પણ રસ ઉડી રહ્યાનું જોવા મળી રહ્યું છે. વર્ષ 2024માં દેશની આઈપીઓ બજારે જોરદાર રેકોર્ડસ દર્શાવ્યા બાદ વર્તમાન વર્ષના પ્રથમ બે મહિનામાં પ્રાઈમરી માર્કેટમાં પ્રવૃત્તિ એકદમ ધીમી પડી ગયાનું જોવા મળ્યું છે. વર્ષ 2024માં 157 જેટલી કંપનીઓના જાહેર ભરણાં જોવા મળ્યા હતા અને સેકન્ડરી બજારમાં રેલીને કારણે અસંખ્ય કંપનીઓને લિસ્ટિંગમાં સારા લાભ જોવા મળ્યા હતા, જો કે હવે જાહેર ભરણાંની સંખ્યામાં ઘટાડો થવા ઉપરાંત નવા ડ્રાફટ પેપર્સ ફાઈલિંગની સંખ્યા પણ ઘટી ગયાનું પ્રાપ્ત ડેટા જણાવે છે.
જાન્યુઆરીની સરખામણીએ ફેબ્રુઆરીમાં ડ્રાફ્ટ ફાઈલિંગ્સના મૂલ્યમાં 50%થી વધુનો ઘટાડો થયો છે. વર્તમાન વર્ષના જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં મેઈનબોર્ડ આઈપીઓની સંખ્યા નવ જ જોવા મળી હતી જે ગયા વર્ષના આ ગાળામાં 16 રહી હતી. જોકે એસએમઈ સેગમેન્ટમાં પ્રવૃત્તિ મજબૂત જળવાઈ રહી છે. એક અંદાજ પ્રમાણે ચાલું કેલેન્ડર વર્ષમાં રૂ.1.10 ટ્રિલિયન સાથેના 69 જેટલી કંપનીઓએ ભરણાં માટે પ્રક્રિયા શરૂ કરી હતી, પરંતુ હવે સેકન્ડરી બજારની સ્થિતિ બદલાઈ ગઈ છે, ત્યારે આ સૂચિત કંપનીઓમાંથી કેટલી કંપનીઓ ભરણાંમાં આગળ વધે છે તે જોવાનું રહેશે.