અમદાવાદમાં ભેજાબાજ ટોળકીયે જીજા-સાળાને ડોલર વટાવવાનું કહીને બોલાવ્યા અને ત્યારબાદ પૂજા વિધિ બતાવ્યા બાદ 1 લાખ 10 હજાર રૂપિયા લૂંટી લીધા હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે. આ સંદર્ભે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે. ગઠિયાએ
.
ડોલર લઇને કામ કરી આપે તો કોન્ટેક્ટ કરાવજો મણિનગરમાં રહેતા રિતેષભાઇ પટેલ ડિજિટલ ક્રિએટરનું કામ કરે છે. ગત 12 ફ્રેબ્રુઆરીએ તેઓ પરિવાર સાથે બોમ્બેમાં રહેતા તેમના સાળા શશીકાંત સોનીના ઘરે ગયા હતા. ત્યારે તેમના સાળાએ જણાવ્યું કે, તેમને અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો અને ફોન કરનારે ફર્નિચર અને પ્લાસ્ટરનું કામ કરાવવાનું છે પરંતુ, તેની પાસે અમેરિકન ડોલર પડ્યા છે. કોઇ ડોલર લઇને કામ કરી આપે તો કોન્ટેક્ટ કરાવજો તેમ જણાવ્યું હતું
અમેરિકન ડોલરને ઇન્ડિયન કરન્સીમાં ટ્રાન્સફર કરી આપો જે બાદ રિતેષભાઇએ ઘરે આવીને સાળાએ આપેલ નંબર પર ફોન કરતા મહેન્દ્ર પટેલ બોલતો હોવાનું જણાવ્યું. તેની પાસે 11 અમેરિકન ડોલરના બંડલ પડ્યા છે તે ઇન્ડિયન કરન્સીમાં ટ્રાન્સફર કરી આપો અને તેમાંથી માત્ર 50થી 60 ટકા ઇન્ડિયન કરન્સી લેવી છે. બાકીના તમે કમિશન પેટે રાખજો બાદમાં ગઠિયાએ બંનને ચકલાશી ગામમાં બોલવ્યા હતા. બાદમાં સાળા-બનેવીએ પ્રોસેસ જાણીને ગત 11 માર્ચે મહેન્દ્રના ઘરે ગયા ત્યારે તેનું નામ નરેન્દ્ર રાજપુત હોવાનું સામે આવ્યુ હતુ.
પૂજા કરીને માતાજીની હાજરીમાં તમામ વહીવટ કરીશું બાદમાં નરેન્દ્રે અમને 50 ટકા રકમ એડવાન્સ આપવી પડશે. જેથી, રીતેશભાઈએ પહેલા અમારે ડોલર સાચા છે કે, ખોટા તે તપાસવા પડશે ને બાદમાં વકીલની હાજરીમાં ડોલર ટ્રાન્સફર કરવા અંગેનો લેખિત કરાર કરવો પડશે. ત્યારબાદ આગળની પ્રોસેસ શરુ કરીશું. જ્યારે ગત 20 ફેબ્રુઆરીએ સાળો અને બનેવી રૂ.1.10 લાખ લઈને નરેન્દ્ર રાજપુતના ઘરે ગયા હતા. જ્યાં આગળ નરેન્દ્ર રાજપૂતે બંને પાસે મંદિરમાં પૂજા કરવી પડશે કહીને રૂ.1100 માંગ્યા હતા. થોડીવાર બાદ નરેન્દ્ર રાજપુતનો ફોન તેના ભાઈ વિજય રાજપુત પર આવ્યો અને કહ્યું કે, બંનેને મંદિર લઈને આવી જા, સાળો અને બનેવી વિજય રાજપૂત સાથે મંદિરે પહોંચ્યા ત્યારે નરેન્દ્ર રાજપૂતે પૂજા કરીને માતાજીની હાજરીમાં તમામ વહીવટ કરીશું. મંદિરમાં પૂજા કરાવા લાગ્યા હતા.
1.10 લાખ ભરેલી થેલી ચપ્પુ બતાવીને છીનવી લીધી પૂજા કર્યા બાદ ચારેય લોકો મંદિરની બહાર નીકળ્યા તે સમયે અજાણ્યો શખસ લથડીયા ખાતો આવ્યો અને નરેન્દ્ર રાજપુત સાથે અથડાઈને કહ્યું કે, ડોલર વટાવવા માટે બહારથી લોકોનો બોલાવો છો? તેમ કહીને તકરાર કરવા લાગ્યો હતો. આ સમયે નરેન્દ્ર રાજપૂતે તેની પાસે રહેલો ચાકુ કાઢીને અજાણ્યા શખસને મારી દેતા બુમાબુમ થતા ગામના લોકો ભેગા થઇ ગયા હતા. આ સમયે ઝપાઝપી દરમિયાન નરેન્દ્ર રાજપુત અને મહેન્દ્ર રાજપૂતે રીતેશભાઈ પાસે રહેલા રોકડા રૂ. 1.10 લાખ ભરેલી થેલી ચપ્પુ બતાવીને છીનવી લીધી હતી. ગભરાઈ ગયેલા સાળા અને બનેવી ત્યાંથી ચકલાસી ગામેથી નીકળીને અમદાવાદ આવી પહોંચ્યા હતા. આ અંગે મણિનગર પોલીસ સ્ટેશનમાં રીતેશે બંને ગઠિયા સામે લૂંટ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોધાવી છે.