રાજકોટના 24 વર્ષીય રાજકુમાર જાટના અકસ્માત મૃત્યુનો ગુનો કુવાડવા રોડ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો હતો. યુવકના પરિવારનું માનવું છે કે તેનું અકસ્માતે મૃત્યુ નહીં, પરંતુ હત્યા થઈ છે. આ હત્યામાં પૂર્વ MLA જયરાજસિંહના પુત્ર ગણેશ ગોંડલ સામેલ છે. પરંતુ સ્થાનિક
.
મૃતકના પિતા છેલ્લા 30 વર્ષથી રાજકોટના ગોંડલમાં રહે છે. તેઓ ભાજીપાવની લારી ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. તેમનો પુત્ર એન્જિનિયર હતો, ભણવામાં હોશિયાર હોવાથી તે UPSC ની તૈયારી કરતો હતો. એક વખત પિતા પુત્ર બાઈક ઉપર પરત આવી રહ્યા હતા ત્યારે પુત્રને ઝડપી બાઇક ચલાવવા મામલે પિતાએ ટોક્યો હતો. પુત્રએ જે જગ્યાએ બાઈક ઊભું રાખ્યું હતું તે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહનું ઘર હતું. તેમના ઘરમાં ગણેશ ગોંડલ અને તેના માણસોએ પિતા પુત્ર સાથે મારપીટ કરી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો.
પુત્રને ભણવામાં ડિસ્ટર્બ ના થાય તેથી પોતાના ઘરની સામે જ પિતાએ તેને ભાડાનું ઘર અપાવ્યું હતું. એક દિવસ પુત્ર ઘરેથી કંઈ કહ્યા વગર ચાલી નીકળ્યો હતો. સવારે પુત્રને ન જોતા તેની શોધખોળ આચરવામાં આવી હતી. પોલીસને જાણ કરવામાં આવી હતી. આખરે થોડા દિવસ બાદ પોલીસને તેનો મૃતદેહ મળ્યો હોવાની જાણ તેના પરિવારને કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ રાજકુમાર જાટનું મૃત્યુ અકસ્માતમાં થયું હતું. જો કે તે તેના ઘરથી 60 કિલોમીટર દૂરનો તે વિસ્તાર હતો. વળી પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેને 42 જેટલી ઇજાઓ થઈ હોવાનું સામે આવ્યું હતું.
મીડિયા રિપોર્ટ અનુસાર અકસ્માતના સ્થળે કેટલીક ગાડીઓ અને બાઈક પણ હતા જે ફરાર થઈ ગયા હતા. વળી પૂર્વ MLA કે તેના દીકરા સામે ફરિયાદ નહીં કરવા પિતાને ધમકી મળી હતી. પુત્રના મેડિકલ રિપોર્ટ કે ડાઈંગ ડિકલેરેશન લેવામાં આવ્યું ન હતું. પિતાના મત મુજબ જો કેસની તપાસ CBI ને સોંપવામાં નહીં આવે તો સ્થાનિક પોલીસ પુરાવાઓનો નાશ કરી દેશે. બીજી તરફ મૃતક ઊંધા રવાડે ચઢ્યો હોવાથી તેનું આકસ્મિક મૃત્યુ થયું હોવાનું પોલીસનું માનવું છે.