48 મિનિટ પેહલા
- કૉપી લિંક
બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા ઘણીવાર તેની પર્સનલ લાઈફને કારણે સમાચારમાં રહે છે. 2024નું વર્ષ એક્ટ્રેસ માટે પડકારજનક રહ્યું હતું, કારણ કે પહેલા એક્ટર અર્જુન કપૂર સાથે બ્રેકઅપ થયું અને થોડા મહિના પછી સપ્ટેમ્બરમાં તેના પિતા અનિલ મહેતાનું અવસાન થયુ હતુ. તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં, મલાઈકાએ તેના નવા ટેટૂ વિશે ખુલાસો કર્યો, તેને ‘સબ્ર-શુક્ર’ લખેલું ટેટૂ કરાવ્યું છે. TOIએ કરેલા ઇન્ટરવ્યૂમાં, મલાઈકાને તેના નવા ટેટૂ વિશે પૂછવામાં આવ્યું, જેણે તાજેતરનાં રેડ કાર્પેટ ઇવેન્ટમાં બધાનું ધ્યાન ખેંચ્યું હતું. સાથે જ એક્ટ્રેસે જીવનના કેટલાક અંગત પાસાઓ વિશે પણ વાત કરી.
મલાઈકાએ ટેટૂનો અર્થ સમજાવ્યો મલાઈકાએ જણાવ્યું કે- આ ટેટૂ મેં જીવનનાં એક મહત્વપૂર્ણ સમય કરાવ્યું છે અને હું તેને યાદ રાખવા માગુ છું. તેણે કહ્યું- આ દેખાડો કરવા માટે નથી, પરંતુ તેનો એક ઊંડો વ્યક્તિગત અર્થ છે. આ ખાસ ટેટૂ મારા માટે 2024નું પ્રતીક છે. ‘ધીરજ’ (સબ્ર) અને ‘કૃતજ્ઞતા’ (શુક્ર) શબ્દો મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યારે હું એક વર્ષ પહેલાની સરખામણીમાં અત્યારે ક્યાં છું તેના વિશે વિચારું છું ત્યારે આ શબ્દો મારા હૃદયને સ્પર્શી જાય છે.

અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ મલાઈકાએ નવું ટેટૂ કરાવ્યું

મલાઈકાના હાથ પર બીજું પણ એક ટેટૂ છે
મલાઈકાએ એમ પણ કહ્યું, હું ટેટૂને યાદો અને વિચારોના પ્રતીક તરીકે જોઉં છું જેને હું હંમેશા મારી સાથે રાખવા માગુ છું. મલાઈકાએ છેલ્લે આઠ વર્ષ પહેલાં અરબાઝ ખાન સાથે છૂટાછેડા થયા ત્યારે ટેટૂ કરાવ્યું હતું. આ બાબત પર એક્ટ્રેસે, તે ટેટૂમાં ત્રણ પક્ષીઓ ઉડતા દેખાય છે જે મારા જીવનના એક નવા તબક્કાનું પ્રતિનિધિત્વ કરે છે.

અરબાઝ ખાન સાથે છૂટાછેડા બાદ કરાવ્યું હતું ટેટૂ
મલાઈકા અરોરાને મળ્યો નવો પ્રેમ! IPL 2025 દરમિયાન મલાઈકા અરોરાનું નામ એક શ્રીલંકન ક્રિકેટર સાથે જોડાઈ રહ્યું છે, જેની સાથે તેનો ફોટો પણ વાઈરલ થઈ રહ્યો છે. ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલી મેચમાં મલાઈકા રાજસ્થાન ટીમને સપોર્ટ કરતી જોવા મળી હતી. આ દરમિયાન ટીમના ડિરેક્ટર ઓફ ક્રિકેટ કુમાર સંગાકારા પણ તેમની સાથે હાજર હતા. બંને એકસાથે દેખાતાં તેમના ડેટિંગની અફવાઓ ચર્ચાનો વિષય બની હતી. જોકે, એક્ટ્રેસ દ્વારા હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
અર્જુન કપૂર સાથેના બ્રેકઅપ બાદ મલાઈકા અરોરાનું નામ પૂર્વ શ્રીલંકન ક્રિકેટર કુમાર સંગાકારા સાથે જોડાયું.
બ્રેકઅપ બાદ મલાઇકાએ કહી હતી આ વાત મલાઇકા અરોરાએ ગ્લોબલ સ્પા મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યૂમાં પર્સનલ લાઈફ વિશે ખૂલીને વાત કરી હતી. અર્જુન સાથે બ્રેકઅપના સવાલ પર તેણે અહીં પહેલીવાર જવાબ આપ્યો હતો. મલાઇકાએ અર્જુન સાથેના બ્રેકઅપ પર કહ્યું- મને ખાતરી છે કે મેં મારા જીવનમાં જે પણ નિર્ણય લીધો છે એ એકદમ સાચો છે. આ નિર્ણય મારા જીવનને પર્સનલ અને પ્રોફેશનલ રીતે આગળ લઈ જશે. મને કોઈ વાતનો અફસોસ નથી. હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે વસ્તુઓ અમે ઇચ્છતા હતા એ રીતે પૂરી થઈ ગઈ.

મલાઈકા અરોરાએ 5 વર્ષ સુધી અર્જુન કપૂરને ડેટ કર્યો.