સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા એક પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે. દાદાસાહેબ ફાળકે પ્રાથમિક શાળા નંબર 277 ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
.
આ કાર્યક્રમમાં કેન્દ્ર નંબર 30ની તમામ પેટા શાળાઓના ધોરણ 6ના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા. ગત વર્ષની વાર્ષિક પરીક્ષામાં પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને શિક્ષણ સમિતિ તરફથી સાયકલ ભેટ આપવામાં આવી.

કાર્યક્રમમાં વિશેષ મહેમાન તરીકે શાસક પક્ષના નેતા શશીબેન ત્રિપાઠી ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે બાંધકામ સમિતિના અધ્યક્ષ ભાઈદાસ પાટીલ, સ્થાયી સમિતિના સભ્ય નિરાલાબેન રાજપૂત અને શિક્ષણ સમિતિના સભ્ય શુભમભાઈ ઉપાધ્યાય પણ હાજર રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.








