લખનૌ37 મિનિટ પેહલા
- કૉપી લિંક
રાહુલ ગાંધીની અરજી લખનઉ હાઈકોર્ટે ફગાવી દીધી છે. 2 એપ્રિલના રોજ તેમણે વીર સાવરકર માનહાનિ કેસમાં લખનઉ સેશન્સ કોર્ટના સમન્સ આદેશ અને 200 રૂપિયાના દંડને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. હાઈકોર્ટે તેમને વૈકલ્પિક ઉપાય અપનાવવાનું સૂચન કર્યું છે અને લખનઉ સેશન્સ કોર્ટમાં જવા કહ્યું છે.
3 માર્ચે, લખનઉની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (ACJM) કોર્ટે રાહુલ ગાંધી પર સુનાવણીમાં સતત ગેરહાજરી બદલ 200 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ચેતવણી આપવામાં આવી હતી કે તેમને 14 એપ્રિલ 2025ના રોજ કોર્ટમાં હાજર રહેવું જોઈએ, જો તેઓ આ તારીખે પણ હાજર નહીં થાય તો કડક કાનૂની કાર્યવાહી થઈ શકે છે. બિનજામીનપાત્ર વોરંટ પણ જાહેર કરી શકાય છે.
રાહુલ ગાંધીના વકીલ પ્રાંશુ અગ્રવાલે ભાસ્કરને જણાવ્યું – 12 ડિસેમ્બર, 2024ના રોજ લખનઉ સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને કલમ 153A અને 505 IPC હેઠળ સમન્સ જાહેર કર્યા હતા. ૩ માર્ચે, ACJM એ 200 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો. અમે આની વિરુદ્ધ હાઈકોર્ટમાં ગયા, પરંતુ કોર્ટે અમારી માંગણી ફગાવી દીધી. હવે અમે બીજી અરજી દાખલ કરીશું.
ફરિયાદી નૃપેન્દ્ર પાંડેના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધીએ 17 ડિસેમ્બર, 2022 ના રોજ મહારાષ્ટ્રના અકોલામાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકર પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે સાવરકરને ‘બ્રિટીશનો નોકર’ અને ‘પેન્શનર’ કહ્યા હતા.
ફરિયાદીએ જણાવ્યું હતું કે આ નિવેદન સમાજમાં દ્વેષ અને નફરત ફેલાવવાના ઈરાદાથી આપવામાં આવ્યું હતું. એટલું જ નહીં, પત્રકાર પરિષદમાં પત્રકારોમાં પહેલાથી તૈયાર કરેલા પત્રિકાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ તસવીર 20 ફેબ્રુઆરી 2024 ની છે, જ્યારે રાહુલ ગાંધી સુલતાનપુર કોર્ટમાં આત્મસમર્પણ કરવા પહોંચ્યા હતા.
સુલતાનપુરમાં પણ માનહાનિનો કેસ રાહુલ ગાંધી વિરુદ્ધ સુલતાનપુરની સાંસદ/ધારાસભ્ય વિશેષ કોર્ટમાં માનહાનિનો કેસ ચાલી રહ્યો છે. રાહુલ ગાંધીએ 2018માં કર્ણાટકમાં એક ચૂંટણી રેલી દરમિયાન અમિત શાહ પર ટિપ્પણી કરી હતી. સુલતાનપુરના એક ભાજપ નેતાએ રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં રાહુલ ગાંધીને કોર્ટમાંથી જામીન મળ્યા હતા. જુલાઈમાં રાહુલે કોર્ટમાં પોતાનું નિવેદન નોંધાવ્યું હતું.

આ ફોટો 20 ફેબ્રુઆરીનો છે. રાહુલ ગાંધી જામીન મેળવવા સુલતાનપુર કોર્ટ પહોંચ્યા હતા.