45 મિનિટ પેહલા
- કૉપી લિંક
સૌથી લોકપ્રિય ટીવી શો CIDના ACP પ્રદ્યુમનના પાત્રને ભાગ્યે જ કોઈ નહીં ઓળખતું હોય. ‘કુછ તો ગરબડ હૈ દયા…’ આ ડાયલોગ સાંભળતા જ આપણા દિલ અને દિમાગમાં તરત જ આ વ્યક્તિનો ચહેરો છપાવા લાગે છે. એક એવી વ્યક્તિ જેને લોકો ખરેખર CID અધિકારી માનવા લાગ્યા હતા. આ એક એવું પાત્ર છે જેને લાંબા સમયથી આ શોનું જીવન ટકાવી રાખ્યું છે. અમે વાત કરી રહ્યા છીએ શિવાજી સાટમ વિશે. તેમના પાત્ર વિના આ શોની કલ્પના પણ કરી શકાતી નથી. આ શોની નવી સીઝન હાલમાં નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે. પરંતુ હવે CID અને ACP પ્રદ્યુમનના ફેન્સ માટે એક ખરાબ સમાચાર આવી રહ્યા છે.
ACP પ્રદ્યુમન હવે શોમાં નહીં જોવા મળે? નજીકના સમયમાં CID શોમાં ACP પ્રદ્યુમનનું પાત્ર મૃત્યુ પામશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શિવાજી સાટમ સિરિયલને અલવિદા કહેવા જઈ રહ્યા છે. ઇન્ડિયા ટુડેના એક અહેવાલ મુજબ, તિગ્માંશુ ધુલિયાનું પાત્ર બાર્બુસા, જે શોમાં એક ભયાનક આતંકવાદીની ભૂમિકા ભજવે છે, તે એક બોમ્બ બ્લાસ્ટનું પ્લાનિંગ કરશે, જેમાં બાકીના CID સભ્યો તો બચી જશે, પરંતુ ACP પ્રદ્યુમન ફસાઈ જશે અને મૃત્યુ પામશે. જો સમાચાર પર વિશ્વાસ કરવામાં આવે તો, આ એપિસોડનું શૂટિંગ થઈ ગયું છે અને તે થોડા દિવસોમાં પ્રસારિત થશે. હજુ સુધી ઘણી વિગતો જાહેર કરવામાં આવી નથી કારણ કે મેકર્સ ઇચ્છે છે કે તે ફેન્સ માટે સસ્પેન્સ રહે.

બોમ્બ બ્લાસ્ટમાં મૃત્યુ પામશે ACP પ્રદ્યુમન
પહેલા પણ ઘણી વખત ACP પ્રદ્યુમનને મારી નાખવામાં આવ્યા છે! જોકે, આ પહેલી વાર નહીં હોય જ્યારે CID શોમાં ACP પ્રદ્યુમનના પાત્રનું મૃત્યુ બતાવવામાં આવશે. આ પહેલા પણ ઘણા આ પાત્રને આવી જ રીતે મારી નાખવામાં આવ્યું છે, પરંતુ તે પછીથી કોઈના કોઈ રીતે વાપસી કરે છે. ACP પ્રદ્યુમનનું પાત્ર શોમાં પાછું આવશે કે નહીં તે તેના પર નિર્ભર રહેશે કે આ ટ્રેક પ્રસારિત થયા પછી ચાહકો તેનો કેવો પ્રતિભાવ આપે છે. મળતી માહિતી મુજબ, શોની ઓછી TRPને વધારવા માટે પણ મેકર્સે આ રીતનો પ્લોટ સેટ કર્યો હોય.

CID શોમાં ACP પ્રદ્યુમનના પાત્રને અગાઉ પણ મારી નાખવામાં આવ્યું છે
CIDની બીજી સિઝન હાલ ચાલી રહી છે CIDની બીજી સિઝન 21 ડિસેમ્બર 2024થી સોની ટીવી પર પ્રસારિત થઈ રહી છે. સિઝન 1 એ 21 વર્ષ સુધી દર્શકોનું મનોરંજન કર્યું હતું. હવે બીજી સિઝન પણ દર્શકોની સંખ્યામાં રેકોર્ડ બનાવવા લાગી છે. 2006માં, CIDના એક જ ટેકમાં એપિસોડ બનાવી એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. આખી ટીમે 111 મિનિટનો એપિસોડ એક જ ટેકમાં શૂટ કર્યો. આ માટે 6 દિવસનું રિહર્સલ કરવું પડ્યું. તેનો ઉલ્લેખ ગિનિસ અને લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં છે.