સુરતમાં ચૈત્રી નવરાત્રિમાં કોસમાડા પાટિયા ખાતે યોજાઈ રહેલા ગરબામાં છઠ્ઠા દિવસે ઓસમાણ મીર અને તેના દીકરા અમીર મીરે પરફોર્મ કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ હાજર રહ્યા હતા. હે માડી રુમઝૂમ કરતી આવી… હે માડી રુમઝૂમ કરતી આવી આનંદ, ઉત્સવ ને ગરબા
.
છઠ્ઠા દિવસે ઓસમાન મીરના તાલે સુરતીઓ ગરબા રમ્યા કોસમાડા ખાતે યોજાઈ રહેલી ચૈત્રી નવરાત્રિમાં છઠ્ઠા દિવસે ઓસમાન મીરના તાલે સુરતીઓ ગરબા રમ્યા હતા. ખાસ વાત એ છે કે, ગરબા રમવા માટે આવતા યુવાઓમાં મોટાભાગે ટ્રેડિશનલ ડ્રેસમાં આવી રહ્યા છે. આજે ઓસમાણ મીરના તાલે સુરતી ખેલૈયાઓ હેલ્મેટ પહેરી ગરબા રમ્યા હતા. આજે ગીતા રબારી પરફોર્મ કરશે. મોટી સંખ્યામાં પહોંચી રહેલા યુવાનોને નશાની લતથી દૂર રહેવાનો મેસેજ પણ આપવામાં આવી રહ્યો છે. એ સાથે જ દરરોજ ખેલૈયાઓ પોતાના પરફોર્મન્સથી કેટલાક ઈનામ પણ જીતી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, આજે ગીતા રબારી પર્ફોર્મ કરશે અને ત્યારબાદના દિવસોમાં ઐશ્વરીયા મજુમદાર, ઉમેશ બારોટ સહિતના કલાકારો પરફોર્મ કરશે. આયોજન દરમિયાન સે નો ટુ ડ્રગ્સ, વ્યસન છોડો, વૃક્ષ વાવો જેવા મેસેજ અપાઈ રહ્યા છે.

